દરરોજ કરો 150 રૂપિયાનું સેવિંગ્સ, 20 વર્ષમાં મળશે 25 લાખથી વધારે રૂપિયા

0
46

તમામ નોકરિયાતો માટે ટેક્સ બચાવવા માટે પોસ્ટ ઓફિસની આ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (પીપીએફ) યોજના ફાયદાકારક સાબિત થઇ શકે છે. પોસ્ટ ઓફિસની કોઇપણ બ્રાન્ચમાં 100 રૂપિયામાં ખાતું ખોલાવી શકો છો. રોજ 150 રૂપિયા જમા કરવા પર તમને 20 વર્ષ બાદ વ્યાજ સાથે 25 લાખ કરતાં વધારેની રકમ મળશે.

જો તમે 15 વર્ષ માટે રોકાણ કરો તો કુલ રોકાણ થશે 8.10 લાખ રૂપિયા. વાર્ષિક 7.6 % ના કમ્પાઉન્ડિંગના હિસાબે તમારું કુલ ફંડ 15.30 લાખ થઇ જશે. એટલે કે તમને કુલ રોકાણ પર 7.19 લાખ રૂપિયા વધારાનું વ્યાજ મળશે. ખાનગી નોકરિયાતો, વ્યવસાયીઓ અથવા ખેડૂતો કોઇપણ ખાતુ ખોલાવી શકે છે. વયની કોઇ મર્યાદા નથી. તમે તમારા સંતાનોના નામે પણ યોજનાનો લાભ લઇ શકો છો.

આ રીતે સમજો:

-150 રૂપિયા દરરોજ PPFમાં રોકાણ કરો તો 4500 રૂપિયા માસિક થશે.

– દર મહિને 4500 રૂપિયા જમા કરાવવા પર વાર્ષિક 54000 રૂપિયા થશે.

– આ રીતે 20 વર્ષમાં કુલ રોકાણ 10.80 લાખ રૂપિયા થઇ જશે.

– સરેરાશ 7.6% ચક્રવુદ્ઘિ વ્યાજ મળવા પર 20 વર્ષમાં 25.44 લાખ રૂપિયાનું ફંડ તૈયાર મળશે. હવે 8%ના દરે વ્યાજ મળી રહ્યુ છે.

– એટલે કે તમારા રોકાણ પર 14.64 લાખ રૂપિયા વધારે વ્યાજ મળશે.

યોજનાનો ઉદ્દેશ્ય:

PPFની સ્થાપના સરકારે 1968માં કરી હતી. તેનો હેતું ખાનગી કર્મચારીઓને પણ ભવિષ્ય માટે પૈસા બચાવવાની સુવિધા આપવાનો હતો. વધુમાં વધુ લોકો તેને અપનાવે તે માટે PFFને તમામ પ્રકારે ટેક્સ મુક્ત રખાયું છે.

આ છે તેના ફાયદા:

– દર વર્ષે તમારા 1.5 લાખ રૂપિયા કરમુક્ત બનશે. યોજનાની મુદ્દત લંબાવો તો પણ કુલ જમા રકમ કરમુક્ત રહેશે. ખાતું પરિપક્વ થવાં પર જ્યારે વ્યાજ સહિત તમામ પૈસા ઉપાડો ત્યારે પણ તે ટેક્સ ફ્રી રહેશે.

– 15 વર્ષ બાદ ઇચ્છો તો તેને 5-5 વર્ષ માટે આગળ વધારી શકો છો.

– સગીર બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકો છો.

– ખાતું ખોલાવ્યા બાદ ત્રીજા વર્ષથી લોનની સવલત મેળવી શકો છો.

– તમે માસિક રીતે પણ રકમ જમા કરાવી શકો છો.

– આ એક નાનું રોકાણ છે, જેના મોટા ફાયદા તમને 20 વર્ષ કે 25 વર્ષ બાદ મળે છે.

– ખાતા ધારકના નિધન બાદ ખાતું બંધ કરીને તેના ઉત્તરાધિકારીને સમગ્ર પૈસા વ્યાજ સાથે આપી દેવાય છે.

– એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવા જરૂરી છે, મહત્તમ દોઢ લાખની વાર્ષિક બચત કરી શકો છો.

જરૂરી દસ્તાવેજો:

– ખાતું ખોલવા માટેનું ફોર્મ પોસ્ટ ઓફિસમાંથી જ મળી જશે.

– પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

– ઓળખના પુરાવા તરીકે વોટર આઇડી, આધાર, પેન કાર્ડ.

–  રહેઠાણના પુરાવા માટે વીજળીનું બિલ , રેશન કાર્ડ, બેન્કની પાસબુક

– ફરિયાદ માટે ઇ-મેલ: [email protected]

– ટોલ-ફ્રી નંબર: 1800 118 005

-સરનામું: 14, ભીકાજી કામા પેલેસ, ભવિષ્યનિધિ ભવન, નવી દિલ્હી – 110066

ધ્યાન આપવા જેવી જરૂરી વાતો:

– કોઇ વ્યકિત એક જ PPF એકાઉન્ટ ખોલી શકે છે. કોઇની છેતરીને બીજું ખાતુ ખોલાવ્યા હોવાની જાણકારી મળે તો તેને બંધ કરી દેવામાં આવે છે, તેમાં જમા રાશિ પર કોઇ વ્યાજ નહી મળે.

– 15 વર્ષ પૂરા થતા જ તમે રૂપિયા નીકાળી શકે છે અથવા તો પાંચ વર્ષનો સમય વધારી શકો છો. તમે રૂપિયા નહીં નીકાળો તો સેવિંગ્સ એકાઉન્ટના દરથી વ્યાજ મળશે.

– ખાતામાં ગત વિત્ત વર્ષમાં જેટલી રકમ જમા હશે તેની 25% લોન મળશે જે 36 મહિનામાં ચૂકવવી પડશે, જેના 2% વધારે વ્યાજ આપવુ પડશે.

– કોઇપણ કારણોસર વર્ષભરમાં પૈસા જમા નહી કરાવ્યા હોય તો ખાતું સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જો આ રકમ દંડ સાથે ભરવામાં આવશે, તો ફરી ચાલુ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here