દરરોજ ખાઓ જામફળ, મળશે અઢળક ફાયદા

0
56

શિયાળાની ઋતુમાં જામફળ બેસ્ટ ફ્રૂટ્સમાંથી એક છે. એન્ટીઓક્સિડન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.  આ પેટને જલ્દી ભરી દે છે જેનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. શુગરની માત્રા ઓછી રહેવાથી આ ડાયાબિટીઝના દર્દી માટે લાભકારી છે. આ ઉપરાંત આ લીલુ અને ગળ્યુ ફળ આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને દૂર રાખવામાં સક્ષમ છે.

– જામફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. તેમા કેલોરી ખૂબ ઓછી અને ફાઈબર ખૂબ વધુ હોય છે.
એક જામફળમાં 112 કેલોરી હોય છે. જેનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી, અને ધીરે ધીરે વજન ઘટવુ શરૂ થઈ જાય છે.

– જામફળમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે શરીરની ઇમ્યૂન સિસ્ટમને વધારે મજબૂત બનાવે છે. પણ તમે કદાચ એ નહી જાણતા હોય કે સંતરા કરતા જામફળમાં 4 ગણુ વધુ વિટામિન C હોય છે. તેનાથી ખાંસી તાવ જેવા નાના મોટા ઈન્ફેક્શનથી બચાવ થાય છે.

– જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય છે. જે બોડીમાં કેન્સર સેલ્સને વધતા રોકવાનુ કામ કરે છે.

– વિટામિન A આંખોને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે. જામફળને રોજિંદા ડાયટમાં શામેલ કરવામાં આવે તો નબળી આંખોની રોશની વધવા માંડે છે.

– જામફળમાં રહેલા ફાઇબર અને પોટેશિય બ્લડમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. જામફળ ખાવાથી હાર્ટ બિટ્સ અને બ્લડ પ્રેશર પર ઠીક રહે છે.

– આ સિવાય જામફળ દાંત અન દાંતના દુખાવામાં પણ આરામ આપે છે. મોઢામાં જો ચાંદી પડી હોય તો રાહત મેળવવા માટે જામફળના પાન ચાટવા જોઇએ, જામફળનો રસ ઘાને જલ્દી ભરવાનું કામ કરે છે.

– જામફ્ળમાં રહેલ ફાઈબર ડાયાબિટીઝ કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે જે બોડીમાં શર્કરાની માત્રાને સંતુલિત રીતે અવશોષિત કરવાનુ કામ કર છે. તેમા લોહીમાં ખાંડની માત્રામાં જલ્દી ફેરફાર થતો નથી.

– મેગ્નેશિયમ તણાવના હાર્મોંસને કંટ્રોલ કરવાનુ પણ કામ કરે છે જે જામફળમાં ભરપૂર માત્રામાં હોય છે. દિવસ ભરના થાકને દૂર કરવા માંગો છો તો જામફળ ખાવ આનાથી માનસિક રીતે થાક નહી લાગે.

– એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર જામફળ સ્કિનને ડેમેજ સેલ્સને રિપેર કરીને હેલ્ધી રાખે છે, જેનાથી સ્કિન પર જલ્દી કરચલીઓ પડતી નથી. જામફળના પાનને વાટીને પેસ્ટ બનાવી આંખ નીચે લગાવો, આંખોના સોજા ઠીક થઇ જશે.

– જો તમારા મોઢામાંથી દુર્ગધ આવતી હોય તો જામફળ કોમળ પાનને ચાવો.

– પેટ સંબંધિત તમામ બિમારીઓ માટે જામફળ રામબાણ ઇલાજ છે. જો તમે જામફળનુ સેવન સંચળ સાથે કરો છો તો તેનાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here