રાજકોટ : ‘દર્દીઓ મરવા માટે જ આવે છે, મરી જવાનું’: સિવિલ ડૉક્ટરનો દાદાગીરીનો વીડિયો વાયરલ

0
41

ગરીબ લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ બનાવવામાં આવે છે, પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરોની દાદાગીરી સામે આવે છે. સરકારી હોસ્પિટલમાં સારવારના નામે માત્ર પરેશાન કરવામાં આવતા હોવાની ચર્ચાઓ ચાલે છે. ત્યારે હવે રાજકોટની સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ધર્મેન્દ્રસિંહ ગોહિલનો એક વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં દર્દીઓ સાથે ડૉક્ટર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. દર્દી દ્વારા સારવાર માટે કહેવામાં આવતા ધર્મેન્દ્રસિંહ ભડક્યો હતો. આ ઉપરાંત આ ડૉક્ટરે દર્દીને 15 દિવસ આરામ કરવાની પણ સૂચના આપી હતી. સાથે જ કહ્યુ કે, મોત પણ થઈ શકે છે.

મહત્વનુ છે કે, દર્દીઓ દવા લેવા માટે હોસ્પિટલમાં જતા હોય છે. ત્યારે ડૉક્ટરો દ્વારા દર્દીઓ સાથે આ પ્રકારનુ વર્તન કરવામાં આવે છે. આ ઘટના બાદ રાજકોટના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. તેઓ પોતાની જવાબદારીથી છટકવાનો પ્રયાસ કરે છે. ત્યારે એક દર્દીએ ડૉક્ટરની દાદાગીરીનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here