Saturday, October 23, 2021
Homeદસ ટકા અનામત અમલ કરવા મામલે નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, તમામ સરકારી...
Array

દસ ટકા અનામત અમલ કરવા મામલે નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, તમામ સરકારી ભરતીઓ…

રાજ્યમાં દસ ટકા ઈબીસીને અનામતનો અમલ કરી દેવાયો છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની તમામ સરકારી ભરતીઓ હાલ પૂરતી રોકવામાં આવી છે. કોઈને અન્યાય ના થાય એ માટે ભરતી રોકવાનો સરકારે નિર્ણય લીધો છે. ભારત સરકાર ગેઝેટ બહાર પાડે અને તેના નિયમો સામે આવે ત્યારબાદ જ ગુજરાતમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. નવા કાયદાનો લાભ તમામને મળે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે પરંતુ કોંગ્રેસ સમજ્યા વગર આક્ષેપો કરે છે. તમામ નિર્ણયમાં વાંધાવાચક કાઢવા એ કોંગ્રેસનું કામ છે.

ગુજરાત રાજ્યે સૌ પ્રથમ કરી હતી અનામતની જોહેરાત

ગુજરાત સરકારે કેન્દ્રના ૧૦ ટકા અનામતના કાયદાને રાજ્યમાં ભરતી-શિક્ષણમાં લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ૨૦૧૯-૨૦નાશૈક્ષણિક વર્ષ માટેના આરટીઈ પ્રવેશથી માંડી ધો.૧૧ સાયન્સના પ્રવેશ ઉપરાંત યુનિવર્સિટીઓના યુજી-પીજી કોર્સીસ તેમજ મેડિકલ-ઈજનેરી સહિતના તમામ પ્રોફેશનલ-ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ માટેના નવા નિયમો લાગુ કરાશે.

૮ લાખ સુધીની આવક ધરાવતા ૧૦ ટકા  સવર્ણોને અનામત આપવાના નિયમ પ્રમાણે ઉચ્ચ શિક્ષણના પ્રવેશનાતમામ નવા ઠરાવો સરકાર કરશે અને ૧૦ ટકા અનામત પ્રમાણેની બેઠકો મુજબ આગામી વર્ષમા પ્રવેશ પ્રક્રિયા થશે. ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ વર્ગના આર્થિક રીતે પછાત એવા સવર્ણોને ૧૦ ટકા અનામતનો કાયદો લાગુ કરવાની જાહેરાત સાથે રાજ્યની વિવિધ ખાતાઓની ભરતીથી માંડી સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓની ભરતી પ્રક્રિયા તેમજ સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓના ઉચ્ચ શિક્ષણના પ્રવેશોમાં પણ મોટા પાયે ફેરફારો થશે.

ભરતી અને શિક્ષણમાં  જનરલ,એસસી,એસટી અને ઓબીસી ઉપરાંત હવે  પાંચમી નવી કેટેગરી ઈકોનોમિક વીકર સેકશન એટલે કે ઈડબલ્યુએસની ઉમેરાશે. આ પાંચમી કેટેગરીમાં ૧૦ ટકા અનામત રાખવામા આવી છે.જ્યારે હવે જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી અથવા અનરીઝર્વ કેટેગરીમાં ૪૧.૫ ટકા રહેશે જ્યારે બાકીની પાંચ રીઝર્વ એટલે કે અનામત કેટેગરીમાં  ૫૯.૫ ટકા રહેશે.

સવર્ણોને ૧૦ ટકા અનામતના કાયદા  પ્રમાણે સરકારના  શિક્ષણ વિભાગ દ્વારા  આરટીઈથી માંડી સ્કૂલો અને કોલેજો-યુનિ.ઓમાં તેમજ ઈજનેરી-મેડિકલ સહિતના પ્રોફેશનલ કોર્સીસના પ્રવેશોમાં નવા ઠરાવ કરવામા આવશે અને ૧૦ ટકા અનામતના નવા નિયમ સાથે ૨૦૧૯-૨૦ની તમામ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments