Home Uncategorized દહેગામ : અમરાભાઈના મુવાડાની મેશ્વો નદીના ચેકડેમ પાસે નાહવા પડેલો વીસ વર્ષનો...

દહેગામ : અમરાભાઈના મુવાડાની મેશ્વો નદીના ચેકડેમ પાસે નાહવા પડેલો વીસ વર્ષનો એક યુવાન ડૂબી જતાં મોત.

0
61

 

અમરાભાઇ મુવાડા અને પાલુન્દ્રા ગામ વચ્ચે આવેલી મેશ્વા નદીમાં ૨૦ વર્ષનો યુવાન ડૂબી જતાં મોત.
બનાવ ની જાણ તથા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડેલા.
આ યુવાનની લાશ તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી છે.
ઘટનાસ્થળે નાયબ મામલતદાર અને પોલીસ તંત્ર દોડી આવ્યું.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા અને પાલુન્દ્રા વચ્ચે આવેલી મેશ્વો નદીના ચેકડેમ પાસે આજે બપોરના બે વાગ્યે અમરાભાઇ મોરાગામનો રહીશ હિતેન્દ્ર સુખાભાઈ પ્રજાપતિ ટ્રેક્ટરમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ત્યારે બપોરનો સમય તેને તાપ લાગતા નદીમાં ન્હાવા પડતા મેશ્વો નદીના ખોડીયાર માતાના મંદિર પાસે ચેકડેમ ડૂબી જતાં તેનુ મોત થવા પામેલ છે. ચાર વાગ્યે બહિયલ કાલુભાઈ તરવૈયાની ટીમે આ યુવાનની લાશ ને બહાર કાઢી હતી. ઘટના સ્થળે દહેગામ તાલુકાના નાયબ મામલતદાર વી.સી.રાવલ અને તાલુકાના અધિકારીઓ પોલીસ તંત્ર પહોંચી ગયા હતા. આજુબાજુના ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

બાઈટ : સુખાભાઈ શીવાભાઈ પ્રજાપતિ, મૃતકના પિતા

 

મળતી માહિતી મુજબ આ પ્રજાપતિ પરિવાર ખૂબ જ ગરીબ હોવાથી સરકાર આ પરિવારને મદદ કરે તેવી ઉગ્ર રજુઆતો થવા પામી છે. કારણકે આ મેશ્વા નદીમાં રેતી ખનનની પ્રવૃત્તિ વધારે હોવાથી મોટા મોટા ખાડા પડ્યા હતા. આ યુવાન આ ખાડામાં ડૂબી જતા મોતને ભેટી પડ્યો છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

Live Scores Powered by Cn24news