દહેગામ ઉંટકેશ્વર રોડ ઉપર સર્જાયો ગંભીર અકસ્માત , ઝાડ સાથે ડંફર ટકરાતા કલીનર નુ મોત

0
86

દહેગામ પાલુંદ્રા રોડ ઉપર બારીયાના છાપરા પાસે ડ્રાઈવરે સ્ટેરીંગ પરનુ કાબુ ગુમાવતા ડંફર સીધુ ઝાડ સાથે જોરદાર ટકરાતા આગળના ભાગના કુડચે કુડચા બોલાઈ ગયા અને તેની સાથે કંડકટરના કુડચે કુડચા બોલાઈ ગયા

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દહેગામથી ઉંટકેશ્વર જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે  અમદાવાદ નેમીનાથ ટાન્સપોર્ટ કંપનીનુ ડંફર બારીયાના છાપરા પાસે અચાનક ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ડંફર સીધુ મોટા ઝાડ સાથે ટકરાતા કંડકટર સાઈડના બાજુના ભાગના ડંફરના કુડચે કુડચા બોલાઈ ગયા હતા અને ડંફર ચાલક નામે અનીલભાઈ બદાજી ચૌહાણ ગામ નવાગામ તાલુકો દહેગામનો રહીશ હતો તેનો બચાવ થઈ જવા પામ્યો હતો. અને તેની સાથે ડંફરમા ક્લીનર તરીકે ફરજ બજાવતો અજય ઉર્ફે મુકેશભાઈ ચૌહાણના પણ કુડચે કુડચા બોલાઈ ગયા હતા. અને તેની ડેડ બોડીને મોડ મોડ ભારે જહેમત બાદ ટ્રકને કાપીને બહાર કાઢવામા આવી હતી.અને આ બંને ડ્રાઈવર કંડકટર એક જ ગામના વતની હતા અને આ ડંફર એટલુ જોરદાર રીતે ઝાડમા ફસાઈ ગયુ હતુ કે ત્યાથી પસાર થતા લોકો પણ આ દ્રશ્ય જોઈને વીમાસણમા મુકાઈ ગયા હતા.આમ આ બાબતે રમેશભાઈ ભેમાભાઈ ચૌહાણે દહેગામ પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવી છે. અને પોલીસે આ ડંફર ગાડી નંબર જીજે-૦૯-જેડ-૫૧૮૩ ને સ્કેન દ્વારા દહેગામ પોલીસ સ્ટેશને લાવવામા આવી છે. અને આગળની કાર્યવાહી કરવામા આવી રહી છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here