Monday, September 20, 2021
Homeદહેગામ એપીએમસી માકેટ બંધ રહેતા તાલુકાના ખેડુતો ઘઉની સીઝનમાં ભારે પરેશાન
Array

દહેગામ એપીએમસી માકેટ બંધ રહેતા તાલુકાના ખેડુતો ઘઉની સીઝનમાં ભારે પરેશાન

 

 

ગાંધીનગર  જિલ્લાના દહેગામ તાલુકાનુ ગણાતું મુખ્ય દહેગામ માકેટ યાડ બંધ રહેતા તાલુકાના કેટલાય  ગામડાના ખેડુતો ને ધક્કા પડવાના અહેવાલ સાંપડ્યા છે. દહેગામ  તાલુકાના કેટ્લાક ખેડુતોને આ માકેટયાર્ડ બંધ  રાખવામાં આવતા ખેડુતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.    અને ગામડામાથી   ટેકટર નુ ભાડુ ખચીને પાસો જવાનો  નો વારો આવતા ઘણા બધા ખેડુતો સવારમાંઆવતા ભારે નિરાશ થતા જોવા મળી રહ્યા છે. વહીવટી અધિકારીઓની વધી રહેલી બેદરકારીથી તાલુકા ના ખેડુતો ને ભારે હેરાન પરેશાન થવાની માહિતી સાંપડી છે.  આ માકેટ્યાર્ડમાં કેટલાક ખેડુતો ની ઉગ્ર રજુઆત થવા પામી છે. કે તેમને વેચેલા અનાજ્ના પાકા બીલો આપવામાં આવતા નથી અને કાચા બિલો આપી ખેડુતોને સમજાવી દે છે. અને કેટ્લાક ખેડુતો આવા વહિવટ ની સામે ભારે બંડ પોકારી રહ્યા છે. તો તાલુકાના ખેડુતોને આ માકેટ્યાર્ડમાં ઘણી બધી સમસ્યાઓથી પરેશાની ભોગવી રહ્યા છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ , ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments