દહેગામ તાલુકાનાં પીપલજ ગામે સસ્તા અનાજની દુકાનમાં ચાલતી લોલામ લોલ.

0
67

 

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાનાં પીપલજ ગામે આવેલા દિનદયાલ ભંડાર તરફ થી ઘંઉ,ચોખા અને કેરોસીનનું બી.પી.એલ. કાર્ડનાં લાભાર્થીઓને વિતરણ કરવામાં આવે છે. ગામના રહીશ રૂપસંગજી કાનાજી ઠાકોરે લેખિત આપી જણાવ્યું કે પીપલજ ગામમાં સસ્તા અનાજની દુકાનમાં બી.પી.એલ. કાર્ડ ધારક હોવા છતાં મને ઘંઉ અને ચોખા મળતા નથી ગામના કેટલાક ગરીબ અરજદારોને અનાજ પુરવઠો સમયસર મળતો નથી આ બાબતે રૂપસંગજીએ તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ દહેગામના પુરવઠા અધિકારી ને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતા   આજ દિન સુધી અમારી ફરિયાદ પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું નથી અને સંચાલક ને વારંવાર રજુઆત કરવા છતાં કોઇ અમારું સાંભળતું નથી તો વાડ ચીભડા ગણતી હોય તો ગામડાનાં ગરીબનું કોણ સાંભળે તો ગામડાના અરજદારો લેખિત રજુઆતો પુરવઠા વિભાગને આપવા છતાં સંચાલકો અને પુરવઠા અધિકારીની મીલી ભગતથી ગ્રામ્ય જનતાના અરજદારોની સમસ્યાનું સમાધાન થતું નથી અને ચોખા,ઘંઉ અને કેરોસીન લોકોને નહી મળતા હોવાની ગ્રામ્ય જનતાની રજુઆતો વધી જવા પામી છે તો આ બાબતે યોગ્ય તકેદારીના પગલા ભરવા માંગ થવા પામી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here