હાલમાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં શહીદોની યાદમાં ઠેર ઠેર શ્રદ્રાંજલી આપતા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે દહેગામ તાલુકાના કડજોદરા અને કડાદરા ગામે યુવાનો દ્વારા કાશ્મીરના પુલવામાં જે ઘટના બની તેમા ૪૫ જવાનો શહીદ થયા છે તો તેના સંદર્ભમાં શહીદોને શ્રદ્રાંજલી આપવાના કાર્યક્રમ ઠેર ઠેર યોજાઇ રહ્યા છે. ત્યારે દહેગામ તાલુકાના કડજોદરા, હાલીસા, રખિયાલ, હરસોલી, કડાદરા જેવા ગામોમાં સમગ્ર ગામના રસ્તાઓ પર કેન્ડલ માર્ચ યોજી હાથમાં મીણબત્તી અને બેનરો સાથે ઉગ્ર વિરોધ નોધાવી પાકિસ્તાન મુર્દાબાદના સુત્રો પોકારવામા આવ્યા હતા. અને શહીદો અમર રહોના નારા સાથે સુત્રો સમર્થે અવાજો સંભરાઇ રહ્યા હતા. આમ દહેગામ તાલુકામાં પણ શહીદોના શ્રદ્રાંજલી આપવા અને તેમના પરિવારો ભગવાન પ્રગતિ પ્રેરે તેવી સુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી આમ કાશ્મીર પુલવામાં ૪૫ શહીદો મૌતને ઘાટ ઉતરતા સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે.