Thursday, August 5, 2021
No menu items!
Homeદહેગામ તાલુકાના રાજસ્થાન વિદ્યાલય ખાતે વર્ગ મોનીટરની ચુંટણી યોજાઈ
Array

દહેગામ તાલુકાના રાજસ્થાન વિદ્યાલય ખાતે વર્ગ મોનીટરની ચુંટણી યોજાઈ

દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલ રાજસ્થાન સમાજ સેવા ટ્રસ્ટ સંચાલીત શાળામા મોનીટરની ચુંટણી યોજવામા આવી હતી અને વિદ્યાર્થીઓને ચુંટણીલક્ષી પ્રેરાણા પ્રાપ્ત થવા પામી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલી રાજસ્થાન વિદ્યાલય ખાતે વર્ગ મોનીટર માટેની ચુંટણી યોજવામા આવી જેમા બાળકોને લોકશાહી ચુંટણી અને તેને માટે કરવી પડતી પ્રક્રીયા સમજે તે માટે ચોક્કસ મતદાન, કુટીર, બેલેટ, ઉમેદવારી પત્ર ભરવુ, પ્રચાર કરવો, મતદાન અધિકારી પોલીંગ ઓફીસર તમામની નીમણુક કરી તમામને આ પ્રકીયાથી માહીતગાર કરવામા આવ્યા હતા. સમગ્ર ચુંટણી બાદ તમામ વર્ગોમાંથી સૌથી વધુ મત મેળવેલા બાળકોની વર્ગ મોનીટર જાહેર કરવામા આવ્યા હતા. અને વર્ગ મોનીટર વીજેતા જાહેર કરી ગુલાલથી રંગાયા હતા. અને આ પ્રસંગે વિદ્યાર્થીઓમા ભારેખુશી જોવા મળતી હતી. આવનારા સમયમા વીજેતા થયેલા બાળકોમાંથી કેબીનેટ અને વિવિધ સમીતીઓ બનાવી તેના મંત્રી બનાવી તેની કામગીરી ફાળવવામા આવી છે. તેવી માહિતી શાળાના આચાર્ય પ્રકાશ પંચાલ અને ડાઈરેક્ટર નરેંદ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામા આવી હતી.

બાઈટ : નરેંદ્રભાઈ પટેલ,વિદ્યાલયના ડાયરેક્ટર

 

દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલી રાજસ્થાન વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની મોનીટરની ચુંટણી યોજવામા આવી

  • તેમા બાળકો લોકશાહીની ચુંટણી અને તેના માટે કેવી પ્રક્રીયા કરવી પડે છે તેની માહિતી આપવામા આવી
  • તેના માટે મતદાન, કુટીર, બેલેટ, ઉમેદવારી પત્ર ભરવુ ,પ્રચાર કરવો અને મતદાન અધિકારી નીમણુક કરવી અને પોલીંગ ઓફીસરની નીમણુક કરવી જેવી માહિતી રૂબરૂ આપવામા આવી
  • અને વીજેતા મોનીટરને ગુલાલ છાંટીને ખુશી વ્યક્ત કરવામા આવી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments