દહેગામ તાલુકામા હાલમા ઘઉના પરારનો ભાવ એક ટ્રેકટરના ત્રણ થી ચાર હજાર રૂપીયા

0
44

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકો અછત જાહેર નહી કરતા હાલમા તાલુકામા ઘાસચારાની ભારે તંગી વર્તાઈ રહી છે. ઘઉના પરારના એક ટ્રેકટરનો ભાવ ટોલીએ ૩ થી ૪ હજારનો બોલાય છે. ત્યારે બાજરીના ૧૦૦ નંગ પુરાનો ભાવ ૧૨૦૦ રૂપીયા બોલાઈ રહ્યો છે. તો ખેડુતો હાલમા આટલી કાળમી મોઘવારીમા હેરાન પરેશાન થવાની માહિતી  સાંપડી છે. સરકાર ઉનાળામા નર્મદા કેનાલનુ પાણી સીંચાઈમા નહી આપ્યુ હોવાથી લોકો વાવેતર નહી કરતા ઘાસચારાની હાલમા ભારે અછત વર્તાઈ રહી છે.

બાઈટ : શીવસિંહ વખતસિંહ ચૌહાણ, હરસોલી

 

 

તેથી પશુપાલન સાથે સંકળાયેલા ખેડુતો હાલમા ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો સરકારે દહેગામ તાલુકામા ઘાસચારાની વર્તાઈ રહેલી તંગીને અનુસંધાનમા કોઈ આગોતરુ આયોજન કરે તેવી તાલુકાના ખેડુતોની માંગ છે. હાલમા દહેગામ તાલુકામા ગરમીનો પારો વધી જતા લોકો ત્રાહીમામ પોકારી જવા પામ્યા છે. અને બીજી બાજુ ઘાસચારાની અછતથી પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો તાલુકાના  ખેડુતોની સમસ્યાનુ સમાધાન થાય તેવી આગોતરુ આયોજન કરવા માંગ ઉભી થવા પામી છે.

  • દહેગામ તાલુકામા હાલમા ઘઉના પરારનો ભાવ એક ટ્રેકટરના ત્રણ થી ચાર હજાર રૂપીયા બોલાય છે
  • બાજરીના સો નંગ પુરાનો ભવ ૧૨૦૦ રૂપીયા બોલાય છે
  • બીજી બાજુ નર્મદા કેનાલ બંધ થઈ જતા ખેડુતોને સીંચાઈમા પાણી મળતુ નથી
  • તો સરકરે દહેગામ તાલુકાના ખેડુતોની સમસ્યાને ધ્યાનમા લઈ ઘાસચારાનુ આયોજન થાય તેવી માંગ ઉભી થવા પામી છે
  • હાલમા દહેગામ તાલુકામા ગરમીનો પારો વધી જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS,  દહેગામ, ગાંધીનગર