દહેગામ : ધી અમદાવાદ ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક દ્વારા રક્તદાન સીબીરનુ આયોજન કરવામા આવ્યુ

0
80

 

ધી અમદાવાદ ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક દહેગામ દ્વારા રક્તદાન સીબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા  રક્ત દાતાઓ દ્વારા મોટી સંખ્યામા રક્તદાન કરવામા આવ્યુ હતુ.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ ધી અમદાવાદ ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક દ્વારા રેડ ક્રોસ સોસાયટી સંચાલીત રક્તદાન  સીબીરનુ આયોજન બેંકના ચેરમેન અજયભાઈ પટેલના નીતુર્વ્ત હેઠળ કરવામા આવ્યુ હતુ.આ બેંકના આસીસ્ટંટ મેનેજર કૌસીકભાઈ જોશી અને એડીસી બેંકના સીનીયર મેનેજર રાહુલભાઈ  પટેલ આ રક્તદાન સીબીરમા હાજર રહીને રક્તદાતાઓને રક્તદાન કરવા માટે માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતુ. અને આજે આ રક્તદાન સીબીરમા ખુબ જ સારુ અને સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ. અને આ પ્રસંગે દહેગામ તાલુકા અને શહેરના રક્તદાતાઓએ પોતાનુ લોહીથી કોઈની અમુલ્ય જીંદગી બચી શકે તેવી ઉત્કટ ભાવના સાથે જનસેવા એ પ્રભુસેવાના સુત્રને અનુસરીને રક્તદાન કરવા માટે મોટી સંખ્યામા રક્તદાતાઓ હાજર રહ્યા હતા. અને આ બેંક દ્વારા સને ૨૦૧૮ ના વર્ષમા ૧૭૯૪ યુનીટ લોહી એકત્ર કરીને સામાજીક કાર્યનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામા આવ્યુ હતુ. અને તેના માટે બેંકના મેનેજરો અને ચેરમેનો દ્વારા ખુબ જ ઉત્સાહ પુર્વક આ સીબીરનુ આયોજન કરીને પુણ્યની પ્રાપ્તીના કાર્યો કરવામા આવી રહ્યા છે. અને ચાલુ વર્ષે પણ ૨૫૦૦ થી વધુ રક્ત ભેગુ કરીને આ યુનીટનો લક્ષ્યાંક બેંક દ્વારા પુરુ પાડવામા આવશે તેવી માહિતી આસીસ્ટંટ જનરલ મેનેજર કૌશીક એમ જોશી દ્વારા પુરી પાડવામા આવી હતી. અને આ પ્રસંગે ઉનાળાની ગરમીમા છાશ વીતરણનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો. અને આ સીબીરમા મોટી રક્તદાતાઓ અને મહિલાઓ અને આ બેંકનો સ્ટાફ હાજર રહીને સારી જહેમત ઉઠાવી ખુબ જ સારી કામગીરી કરવામા આવી હતી.

બાઈટ :કૌશીક એમ જોશી, આસી. જનરલ મેનેજર , અમદાવાદ

 

 

  • આ સીબીરમા રક્તદાન કરવા માટે મોટી સંખ્યામા રક્તદાતાઓ હાજર રહેવા પામ્યા હતા
  • રક્તદાન કરવાથી કોઈની અમુલ્ય જીંદગીમા શ્વાસ પુરાય અને તેનુ જીવન બચે તેવી ભાવના સાથે રક્તદાન કરવામા આવ્યુ હતુ
  • આ પ્રસંગે દહેગામ તાલુકા અને શહેરના રક્તદાતાઓ હાજર રહેવા પામ્યા હતા
  • ચાલુ વર્ષ દ્વારા ૨૫૦૦ થી વધુ રક્ત યુનીટનુ લક્ષયાંસ બેંક દ્વારા પુરુ પાડવામા આવશે
  • આમ બેંકના ચેરમેન, આસીસ્ટંટ મેનેજર અને સીનીયર મેનેજર દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
  • અને આ સીબીરમા ઉનાળાની ગરમીમા છાસનુ પણ વીતરણ કરવામા આવ્યુ હતુ
  • અને આ બેંકના ચેરમેન અજયભાઈ પટેલના નેત્વુત્વ હેઠળ આ આયોજન કરવામા આવ્યુ હતુ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here