Sunday, November 28, 2021
Homeદહેગામ : નિવૃત થઇ ઘરે આવતા આર્મી જવાનનુ વાજતા ગાજતે સામૈયુ કરવામાં...
Array

દહેગામ : નિવૃત થઇ ઘરે આવતા આર્મી જવાનનુ વાજતા ગાજતે સામૈયુ કરવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલા શ્રીનાથ સોસાયટીમાં હાલમાં રહેતા અને મૂળ વતની કપડવંજ તાલુકાના ઉત્કેશ્વર મહાદેવના રહેવાસી છેલ્લા સાત વર્ષથી શ્રીનાથ સોસાયટીમાં રહેતા હર્ષદભાઇ આર.આચાર્યએ ભારત દેશની જુદી જુદી સરહદો પર સતત ૨૬ વર્ષથી સુધી સેવા આપ્યા બાદ વય નિવૃતિ થયા હતા ત્યારે ગઇ કાલે તેઓ પઠાણ કોટ થી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યા બાદ તેઓ પોતાના ગામે દહેગામમાં પગ મુકતા દહેગામના શ્રીનાથ સોસાયટીના રહીશો એ ભેગા મળી ઢોલ , નગારા સાથે ભવ્ય સામૈયુ કરી ફટાકડા ફોડી ખુબજ ઉત્સાહ પુર્વક મોટી સંખ્યામાં લોકો જોડાઇને તેમનું ખુબજ ભાવભીનુ સ્વાગત કરી ફુલહાર  પહેરાવી તેમના ઘર સુધી વાગતે ગાજતે લઇ જવામાં આવ્યા હતા ત્યારે દેશ ભક્તિના અનોખા દર્શન કરાવ્યા હતા ત્યારે પોતાના ઘરે જતા ઘરના દરવાજા પાસે તેમના ધર્મ પત્નીએ કુમકુમનું તિલક કરી વધાવી લીધા ત્યારે તેમના દેશ ભક્તિના દ્રશ્યો જોવા મળતા હતા અને આ આર્મી જવાનને આટલા આનંદ ઉમળાકા થી વધાવવા સોસાયટીના રહીશોની ભાઇચારાની ભાવના ના દર્શન થયા હોય તેવુ દેખાતુ  હતું અને  આર્મી જવાન બુસસમાજના હોવાથી બુસસમાજનના દોદ્દે દારોએ સમ્માન કરી ફુલહાર પેરાવી ખુબ જ ખુશી સાથે તેમના નોકરી દરમિયાન કાર્યશૈલીને બિરદાવી હતી.

બાઇટ  – હર્ષદભાઇ આર્મી જવાન રીટાયર

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments