Saturday, October 23, 2021
Homeદહેગામ પંથકમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે અનેરો ઉત્સાહ અને બજારોમાં દોરી પતંગોની...
Array

દહેગામ પંથકમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે અનેરો ઉત્સાહ અને બજારોમાં દોરી પતંગોની ખરીદી માટે પડાપડી.

 

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકામાં પતંગો રસીઓની અતિપ્રિય કહેવાતી ઉત્તરાયણ પર્વ મનાવવા માટે દોરી અને પતંગોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે.અને રંગબેરંગી મોઝો પીવડાવવા માટે પણ પતંગ રસીયાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.ત્યારે દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર પતંગોના સ્ટોરો ઉપર ગ્રાહકો કીડીયારાની જેમ ઉભરાઇ રહ્યા છે. ત્યારે ટ્રાફિક સમસ્યાની ભારે ભીડ નજરે પડી રહી છે અને નાના મોટા વાહનચાલકોની મુખ્ય માર્ગો ઉપર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.અત્યારે તમામ લોકોના હાથમાં ફિરકી અને પતંગો સિવાય બીજું કઈ જોવા મળતું નથી અને પતંગોના વેપારીઓ આજના દિવસે પતંગો અને દોરીના ઢગલે ઢગલા ખડકી દીધા છે આમ આ વર્ષે પતંગ દોરીના ભાવમાં વધારો થવા છતા મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા બજારોમાં જોવા મળી રહ્યા છે. અને દહેગામ શહેરમાં પતંગો અને દોરીની ખરીદી માટે ભારે પડાપડી જોવા મળી રહી છે.  તો બીજી બાજુ ગામડાઓમાંથી આવતા ગ્રાહકોની દહેગામ શહેરમાં ભારે ભીડ જોવા મળી છે. અને વેપારીઓ આજે છેલ્લા દિવસે દોરી પતંગો ભાવમાં અઢળક કમાણી કરી લેશે. આમ આજે દહેગામ શહેરમાં ઠેરઠેર રંગબેરંગી પતંગોથી બજાર ગરમાયું છે. અને લોકો પતંગો દોરીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments