Sunday, November 28, 2021
Homeદહેગામ પુર્ણિમા શાળાનાં મુખ્ય દરવાજા આગળ ગંદકીનું સામ્રાજ્ય ભરશિયાળે ચોમાસા જેવો માહોલ
Array

દહેગામ પુર્ણિમા શાળાનાં મુખ્ય દરવાજા આગળ ગંદકીનું સામ્રાજ્ય ભરશિયાળે ચોમાસા જેવો માહોલ

 

 

ગાંધીનગર જીલ્લાનાં દહેગામ ખાતે આવેલાં પુર્ણિમા શાળાનાં મુખ્ય દરવાજાં આગળ ઘણાં સમયથી ગટર ઉભરાય છે અને આ ગટરના પાણીથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છેં . ત્યારે આ શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં હોવાં છતાં નગરપાલિકા તંત્ર દ્વ્રારા કોઇ તકેદારીનાં પગલાં ભરતાં નથી આ રસ્તાં પરથી દરરોજ અસંખ્ય રાહદારીયો પસાર થાય ત્યારે નાક દબાવી જતાં જોવાં મળી રહ્યાં છે અને હાલમાં આ સ્થળે  ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અહી થી પસાર થતા કેટલાક રાહદારીઓ કહે છે કે આ જગ્યાએ છ માસથી ગટરનાં પાણી રોડ ઉપરા ફરે છે અને વિદ્યાર્થીઓ અને મુસાફરોના આરોગ્ય  સાથે ચેડા થઇ રહ્યા હોવા છતા નગરપાલિકા તંત્ર તમાસાને તેડા આપતુ હોય તેમ દેખાઇ રહ્યું છે સ્વચ્છતા અભિયાનના અહીયા — લીરેલીરા ઉડતા હોય તેમ દેખા રહ્યું છે અને ગટરોનું ગંદુ પાણી અને કચરો સાફ નહી થતા  હોય તેવું લાગે  છે તો લાગતા વળગતા તંત્રએ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે તેથી નગરપાલિકાનું તંત્ર આ બાબતે તકેદારીના પગલા ભરે તેવી લોક લાગણી પ્રબળ બની છે અને જો નગરપાલિકાનાં  અધિકારીઓ આ બાબતે તકેદારીના પગલા નહિ ભરે તો અહી આ સ્થળે મોટો રોગચારો ફેલાય તેવી દહેશત વર્તાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments