Sunday, September 19, 2021
Homeદહેગામ મામલતદાર કચેરીમાં આધારકાર્ડ માં સુધારા વધારા કરવા અરજદારોની લાંબી કતારો
Array

દહેગામ મામલતદાર કચેરીમાં આધારકાર્ડ માં સુધારા વધારા કરવા અરજદારોની લાંબી કતારો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અરજદારો હાલમાં સરકારની નવી નવી યોજનાઓ બહાર પડતા આધાર લીંક માટે આધારકાર્ડ માં સુધારા વધારા માટે અરજદારો ની સવાર થી લાંબી લાઇનો લાગી જાય છે હાલમાં આધાર વિભાગ માં પુરતા  મશીન નહી હોવાથી અરજદારોને  સવાર થી સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવા છતા કેટલાક અરજદારોનો નંબર પણ આવતો નથી  તેમજ અમુક અરજદારોને બે ચાર ધકકા ખાવા છતા તેમના કામો થતા નથી તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે.

 

 

દહેગામ તાલુકાના ગ્રામ્ય  વિસ્તારોમા થી સવારે ૮ વાગ્યા થી મહિલાઓ યુવકો અને યુવતી ઓ તેમજ અરજદારોની ભારે ભીડ જામી જાયા છે અને સવાર થી ઉભેલા અરજદારોના કામો આધારકાર્ડ વિભાગ મા લોકો લાંબા સમય સુધી પોતાનો કિંમતી ટાઇમ બગાડી ને આવતા હોવા છતા તેમના સમય સર કામો નહી થવા ની વ્યાપક બુમો ઉઠી છે. તો  દહેગામ મામલતદારે આધાર વિભાગમાં  ત્રણ જેટલા મશીનો કાર્યરત કરે તો અને તો જ અરજદારોની ભીડ ઓછી થશે નહીતર હાલમાં આધારકાર્ડ શાખામાં અરજદારો ભારે પરેશાન થવાની માહિતી સોપડી છે. ગામડાના અરજદારો ૧૦૦ થી ૨૦૦ રૂપિયા ભાડૂં ખર્ચીને પોતાના કામ માટે આ કચેરી  આવતા હોવા છતા સમયસર અરજદારોને કામો નહી થવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments