Sunday, November 28, 2021
Homeદહેગામ મામલતદાર કચેરી અને તાલુકાના ગામડઓમાં ઇવીએમ મશીન નિર્દેશન શરૂ કરવામાં આવ્યા.
Array

દહેગામ મામલતદાર કચેરી અને તાલુકાના ગામડઓમાં ઇવીએમ મશીન નિર્દેશન શરૂ કરવામાં આવ્યા.

આગામી આવી રહેલી લોકસભાની ચુંટણીને અનુસરીને મતદારો માટે દહેગામ મામલતદાર કચેરી ખાતે તેમજ ગામડાઓમાં ઇવીએમ મશીન નિર્દેશનની કામગીરી ચાલુ. આગામી ૨૦૧૯ માં આવી રહેલી લોકસભાની ચુંટણીઓ માટે ચુંટણીપંચ અને સરકાર તરફ થી તડા માર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે તેના માટે આજે તા.૧૧/૦૨/૨૦૧૯ ના રોજ થી તા.૨૮/૦૨/૨૦૧૯ સુધી ઇવીએમ મશીન નિર્દેશનની સેકટરથીઓ દ્વારા મતદારોના નિર્દેશન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેને અનુસરીને આજે દહેગામ મામલતદાર કચેરી ખાતે ઇવીએમ મશીન મતદારોની જાણકારી માટે નિર્દેશન માટે મુકવામાં આવ્યા છે.

 

તેથી મતદારો આ મશીનની રૂબરૂ ચકાસણી કરી શકે અને તેની વિસ્તૃત માહિતી લઇ શકે તે માટે મુકવામાં આવ્યા છે આમ આજ થી દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ઇવીએમ મશીન નિર્દેશનની કામગીરી શરૂ કરવામાં  આવી છે અને તારીખ ૨૮ મી ફેબ્રુઆરી સુધી તાલુકાના તમામ ગામડાઓને નિર્દેશન માટે આવરી લેવામાં  આવશે.

રિપોર્ટર અગરસિંહ ચૌહાણ દહેગામ ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments