દહેગામ : મામલતદાર કચેરી ખાતે ૫૫૧ વિધવા બહેનોને વિધવા સહાયના ઓડર ઈસ્યુ કરવામા આવ્યા

0
91

દહેગામ તાલુકાના ૫૫૧ વિધવા બહેનોને વિધવા સહાયના ઓડર આપવાના કાર્યક્રમ આજે મામલતદાર કચેરી ખાતે વિધવાઓને રૂબરુ બોલાવી ઓડર ઈસ્યુ કરવામા આવ્યા.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામમા આવેલ સેવાસદન કચેરી ખાતે આજે ભારતના વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીના ૭૦ મા જન્મ દીવસે તાલુકાના વિધવા બહેનોનો એક કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. આજે આ કાર્યક્રમમા દહેગામ તાલુકાના ૫૫૧ વિધવા બહેનોને મામલતદારશ્રી એચ એલ રાઠોડ  તેમજ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તથા પ્રાંત અધિકારી વીરલબેન દેસાઈ અને એટીવીટીના નાયબ મામલતદાર જી સી રાવલની ઉપસ્થિતીમા આજના દીવસે સેવાસદન કચેરીના દહેગામ તાલુકાના વિધવા સહાયના બહેનોને બોલાવીએ વિધવા સહાયના ઓડર આપવામા આવ્યા હતા.

 

અને અગાઉ પણ દહેગામ તાલુકાના વિધવા બહેનોને ત્રણ જેટલા કેમ્પો કરીને વિધવા બહેનોને ઓડર આપવામા આવ્યા હતા. સ્થાનિક મામલતદારની કાર્યશૈલીમા એવી રજુઆત છે કે જો વિધવા બહેનોને એક જ જગ્યાએ ભેગા કરીને ઓડર અમારા રૂબરુમા આપવામા આવે તો તાલુકાના વચોટીયા દલાલોનો આ વિધવા બહેનો ભોગ ન બને અને અમે તેમને રુબરૂ બોલાવીને તમામ પ્રકારની માહિતી આપીને ઓડર આપવામા આવ્યા હતા. તેથી આજે આ સેવાસદન કચેરીમા વિધવા બહેનોનો જાણે કે મેળો ભરાયો હોય તેવો કાર્યક્રમ જોવા મળતો હતો.

બાઈટ : એચ. એલ. રાઠોડ, મામલતદાર, દહેગામ

 

અને આજે વિધવા બહેનોને ૧૨૫૦ રૂપીયાના ઓડર મળતા બહેનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને આજના આ શુભ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીના ૭૦ મા જન્મ દીવસે તમામ વિધવા બહેનોને આઈસ્ક્રીમ ખવડાવી મીઠુ મોઢુ કરાવ્યુ હતુ.તેથી તાલુકાના વિધવા બહેનોને વિધવા સહાયના ઓડર મળતા સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા જોવા મળતા હતા.તથા તાલુકાના મામલતદાર અને ધારાસભ્યનો પણ ખુબ હ્રદય પુર્વક વિધવા બહેનોએ આભાર માન્યો હતો. કારણ કે વિધવા બહેનોને કોઈ તકલીફ વીના વિધવા સહાયના ઓડર મળતા ભારે ખુશીમા જોવા મળતા હતા.

 

  • દહેગામ તાલુકાના વિધવા બહેનોને વિધવા પેન્સન રૂપે વિધવા સહાયના ૫૫૧ વિધવા બહેનોને ઓડર આપવામા આવ્યા
  • આજે દહેગામ મામલતદાર કચેરીમા દહેગામ તાલુકાના મોટી સંખ્યામા વિધવા બહેનોની હાજરી જોવા મળી
  • વિધવા બહેનોને વિધવા સહાયના ઓડર મળતા બહેનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી
  • વિધવા સહાયના ઓડર વિધવા બહેનોને મળતા સરકારનો મામલતદારનો અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતા જોવા મળતા હતા
  • આજે સૌ વિધવા બહેનોને નરેંદ્રભાઈ મોદીના જન્મ દીવસના શુભ પ્રસંગે આઈસ્ક્રીમ ખવડાવીને સૌનુ મોઢુ મીઠુ કરાવ્યુ હતુ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here