દહેગામમા ઘણા સમયથી શાકમાર્કેટમા અરજદારોને નીકળવાની પણ જગ્યા ન હતી તેટલા દબાણો વધી જવા પામ્યા હતા તેથી આજે દબાણ અધિકારીઓ દ્વારા જેસીબી મસીન સાથે દબાણો દુર કરાયા.
ગાંધીનગર જિલ્લાના દહેગામમા આવેલ શાકમાર્કેટમા દબાણો એટલા બધા વધી જવા પામ્યા હતા કે રાહદારીઓને નીકળવાનો રસ્તો પણ જોવા મળતો ન હતો. અને લારીઓ વાળા અને ઓટલા વાળાઓ ઘણા બધા રાહદારીઓ સાથે દાદાગીરી કરતા જોવા મળતા હતા. અને જાણે કે આ મુખ્ય માર્ગ તેમને ખરીદી લીધો હોય તેવી પરીસ્થિતીનુ નીર્માણ થવા પામ્યુ હતુ. અને આ શાકમાર્કેટના માર્ગો ઉપર લારીઓ વાળા મુખ્ય માર્ગોને ઢોકી દઈ આ માર્ગ ઉપર દબાણ વધારી દીધુ હતુ. અને આ બાબતે જો કોઈ નાગરીક આ લારીઓ વાળાને વચ્ચેથી ખસવાનુ કહે ત્યારે કેટલાક વેપારીઓ લુખ્ખી દાદાગીરી કરતા જોવા મળતા હતા. અને બીંદાસપણે લારીઓ રસ્તાની સાઈડમા ઉભી રાખતા હતા. તેવી શાકમાર્કેટમા લોકોની ફરીયાદો દીન પ્રતિદીન વધી જવા પામી હતી. અને આ શાકમાર્કેટ આગળ રાહદારીઓને નીકળવા માટે ભારે તકલીફો પડતી હતી. તેથી નગરપાલિકા કચેરીના અધિકારીઓ, મામાલતદાર કચેરીના અધિકારીઓ અને સીટી સર્વે તથા પોલીસ તંત્ર અને જીસીબી મસીન, ટ્રેકટર સાથે શાકમાર્કેટના ટ્રાફીકને લગતા અડચણ રૂપ દબાણો આજે દુર કરવામા આવ્યા હતા. અને આજે આ દબાણો દુર કરવામા આવ્યા પરંતુ એક કલાક પછી આ જગ્યા ઉપર ફરીથી એની એજ પરીસ્થિતીનુ નીર્માણ થઈ જવા પામે છે. તો દબાણ ખાતાના અધિકારીઓ એક દીવસ દબાણ દુર કર્યા પછી બીજા દીવસે પણ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ તેવી કેટલાક સ્થાનીક લોકોની રજુઆતો થવા પામી છે. તો શાકમાર્કેટમા દબાણો સાથે અધિકારીઓએ લાલ આંખ કરી પરંતુ આ માર્ગ ઉપર ટ્રાફીકને લગતી સમસ્યાઓ બીજા દીવસે જેસે થે હાલતમા બની જાય છે તો નગરપાલિકા તંત્ર જાગ્રુત બને તેવી લોકલાગણી પ્રબળ બની છે.
દહેગામ શાકમાર્કેટમા મુખ્ય માર્ગોના દબાણોનો ફાટેલો રાફડો
- આ શાકમાર્કેટમા એટલા બધા દબાણો વધી ગયા હતા કે રાહદારીઓને નીકળવાના રસ્તા ઉપર બંને સાઈડો ઉપર લારીઓ વાળાના દબાણો વધી જવા પામ્યા હતા
- ઘણી વખતે આ માર્ગ ઉપર ઉભા રહેતા લારીઓ વાળા વાહન ચાલકો સાથે ઝઘડતા જોવા મળતા હતા
- આ શાકમાર્કેટમા ઓટલાના દબાણો, પાથરણાના દબાણો અને લારીઓના દબાણોથી લોકો ત્રાહીમામ પોકારી જવા પામ્યા હતા
- કેટલાક લારીઓ વાળા રાહદારીઓ સાથે લુખ્ખી દાદાગીરી કરતા નજરે પડતા હતા
- તેથી દબાણ અધિકારી આ શાકમાર્કેટમા ટ્રાફીકને નડતરરૂપ દબાણો દુર કરતા આવતા જતા રાહદારીએ શાંતીનો શ્વાસ લીધો છે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર