દહેગામ : ૧૪ મા નાણાપંચ તથા વિવેકાધિન જોગવાઇના ૨ કરોડ ૩૪ લાખના કામોનો ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો.

0
44

દહેગામ નગરપાલિકા દ્વારા ૧૪ મા નાણાપંચ તથા વિવેકાધીન જોગવાઇના ૨ કરોડ ૩૪ લાખના કામોનો ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો તેમા દહેગામ નગરપાલિકા કર્મચારીઓ ચુંટાયેલા પ્રતિનિધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા ખાતે આવેલ આથણમાં દરવાજા પાસે નગરપાલિકા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમા  સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના યુડીપી-૭૮, યુડીપી-૮૮,૧૪ માં નાણાપંચ તથા વિવેકાધીન જોગવાઇ વર્ષ : ૨૦૧૮-૧૯ ગ્રાંટ અંતર્ગત અંદાજે રૂ.૨૩૪.૭૯ લાખના ખર્ચે નવીન આરસીસી રોડ , સીસી રોડ,ભુગર્ભ ગટર , પેવર બ્લોક, બોક્સ ડ્રેઇન, સ્ટોર્મ વોટર લાઇન, કેચપીટ,ગ્રીલ , આરસીસી કેનાલ , વાલ્વ ચેમ્બર , સ્ટોરરૂમ ,  ઓવરહેડ ટાંકી,ફ્લોરીંગ , ગેટ, સેનીટેશન કમ ચઇન્જ રૂમ તથા અન્ય લોક્સુખાકારીના વિકાસના કાર્યોનું ખાતમુહુર્ત કર્યક્રમ આજે શિવરાત્રીના શુભ પર્વનિમિતે દહેગામ નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યુ હતુ તેમા દહેગામ નગરપાલિકા પ્રમુખ બિમલભાઇ અમીન ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ અને નૈલેષભાઇ શાહ તથા નગરપાલિકાના ચીફ ઑફીસર સતીશ પટેલ તથા નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધીઓ અને કર્મચારીઓ  તેમજ દહેગામના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રથમ દિપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભ  પ્રારંભ કરવામાં આવ્યો હતો અને જુદા જુદા પ્રકારના કામોની તકતીઓનું શુભ ઉદઘાટન કરવામાં  આવ્યુ હતુ આ પ્રસંગે દહેગામ નગરપાલિકાના પ્રમુખ બિમલભાઇ અમીને આ કાર્યક્રમને અનુસરીને પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતુ અને દહેગામ નગરપલિકા વિસ્તારનાવિવિધ પ્રકારના કામો થી ખુબ જ સારી કામગીરીની આવેલા નાગરીકોએ પ્રસંશા પણ કરી હતી અને આજે શિવરાત્રીના શુભ પર્વનિમિતે ખાર્તમુહુર્તનું આયોજન થતા નગરપાલિકા અને નગરજનોમાં પણ ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

પ્રાસંગીક પ્રવચન – બિમલભાઇ અમીન – નગરપાલિકાના પ્રમુખ દહેગામ

 

રિપોર્ટર ; અગરસિંહ ચૌહાણ, દહેગામ,ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here