Wednesday, December 8, 2021
Homeદહેગામ : ૭૦ જેટલા સફાઇ કામદારોની પડતર માંગણીઓ બાબતે આજે સફાઇ કામદારો ની...
Array

દહેગામ : ૭૦ જેટલા સફાઇ કામદારોની પડતર માંગણીઓ બાબતે આજે સફાઇ કામદારો ની સ્ટ્રાઇક 

 

ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના ૨૦૦ જેટલા કામદારો હડતાલમાં જોડાતા દહેગામ શહેરમા ઠેર ઠેર ગંદકીનું સામ્રરાજ્ય  જોવા મળી રહ્યુ છે રાજ્ય ભરના સફાઇ કામદારો સરકાર સામે અવાર નવાર પોતાની પડતર માંગણીઓ પુરી પાડવા રજુઆત કરતા હતા. પરંતુ સફાઇ કામદારોના પ્રશ્નોનો કોઇ નિકાલ ન આવતા જેથી સફાઇ કામદારોએ  તંત્ર પ્રત્યેય ભારે આક્રોશ જોવા મળે છે.

 

આ અંગે ગુજરાત સફાઇ કામદાર મહામંડળ દ્વારા  સરકાર સામે પોતાની માંગણીઓ લઇ હડતાલનુ એલાન આપવા માં આવ્યુ છે અને તેમની રજુઆત થવા પામી છે કે અમારી માંગણીઓ સંતોષવામા નહી આવેતો એક પણ સફાઇ કામદાર સફાઇની કામગીરી કરશે નહી અને હડતાલ લાંબા સમય સુધી ચાલશે તો શહેરમાં ગંદકીના થર જામી જશે આના અનુસંધાનમાં આજે દહેગામ નગરપાલિકામાં ૭૦ જેટલા કામદારો પોલીસ ચોકીની બાજુમાં આંબેડકરના પ્રતિમા ની બાજુમા ધરણા પર ઉતરી જઇ સરકાર સામે સુત્રોચ્ચાર પોકારી અમારી માંગણીઓ પુરી કરો તેવા ઉગ્ર દેખાવો કરતા જોવા મળી રહ્યા છે અને આ સફાઇ કામદારોએ જણાવ્યુ છે કે અમારી પડતર માંગણીઓ સરકાર તરફ થી પુરી કરવામા નહી આવે ત્યા સુધી અચોક્કસ મુદતની હડતાલ રહેશે તેવી રજુઆત કરવામાં આવી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ,  ગાંધીનગર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments