Tuesday, September 28, 2021
Homeદહેજ ની મેઘમણી કંપની માં વિકરાળ આગ ફાટી નીકળી, 4 કામદારો દાઝ્યા
Array

દહેજ ની મેઘમણી કંપની માં વિકરાળ આગ ફાટી નીકળી, 4 કામદારો દાઝ્યા

વડોદરાઃ દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થિત મેઘમણી કંપની આજે વહેલી સવારે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં 4 કામદારો દાઝ્યા હતા. જેમાંથી બે કામદારોની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આસપાસના ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો
મેઘમણી કંપનીમાં આગને કારણે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. જેને પગલે આસપાસના ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments