દાંડીમાં ગાંધીજીના સ્મારકના લોકાર્પણમાં ગાંધીજીના પ્રપોત્રવધૂને જ આમંત્રણ આપવાનું ભૂલાઈ ગયું

0
53

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી30મી જાન્યુઆરીએ દાંડી ખાતે ગાંધી સ્મારક પર મીઠા સત્યાગ્રહમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાનું અનાવરણ કરવા આવી રહ્યા છે. જોકે, ગાંધીજીના પપોત્રવધૂ ડો.શિવા લક્ષ્મી ગાંધીને આ કાર્યક્રમને લઈને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, મીડિયામાં એહવાલો પ્રસિદ્ધ થયા બાદ નવસારીના સાંસદ દ્વારા આજે(મંગળવાર) રૂબરૂ જઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા રૂબરુ જઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું

મહાત્મા ગાંધીની એક તસવીર ખૂબ પ્રચલિત બની હતી. એ તસવીરમાં મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી તેમની લાઠી પકડીને ચાલી રહ્યા છે. આજે તો મહાત્મા ગાંધી કે તેમના પૌત્ર કનુભાઈ ગાંધી તો રહ્યા નથી પણ કનુભાઈ ગાંધીના જીવન સિંગીની ડો.શિવા લક્ષ્મી ગાંધી સુરતના ભીમરાડમાં રહે છે. મીઠા સત્યાગ્રહના અવસરે વડાપ્રધાન પાસે મીઠા સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સાથે ભાગ લેનારા 38 સત્યાગ્રહીઓની પ્રતિમાનુ અનાવરણ કરવા જઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ કનુભાઈ ગાંધીના જીવન સંગિની ડો. શિવા લક્ષ્મીને નિમંત્રણ આપવાનું જ ભૂલી ગયા હોય એવું સામે આવ્યું હતું. જેથી ડો.શિવા લક્ષ્મીને નિમંત્રણ આપવાની જરા સરખી પણ તસ્દી દાખવી ન હોવાનું પ્રતિત થઈ રહ્યું હતું. જોકે, મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા રૂબરુ જઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

ભીમરાડ ગામના લોકો ગાંધીજીના પ્રપોત્રવધૂની કાળજી લઇ રહ્યા છે

નવેમ્બર 2016માં પતિ કનુ ગાંધીના મૃત્યુ પછી પત્ની ડો. શિવા લક્ષ્મી ગાંધી એકલા જ જીવન પસાર કરી રહ્યા છે. ડો. શિવા લક્ષ્મી ગાંધીની ઈચ્છા હતી કે, જીવનનો બાકીનો સમય દિલ્હીમાં જ પસાર કરે. પરંતુ જુલાઈ 2018માં દિલ્હી છોડી સુરતના ભીમરાડ ખાતે આવી ગયા હતા. ભીમરાડ ગામના લોકો તેમની કાળજી લઇ રહ્યા છે. ગાંધીજીની પ્રપોત્રવધૂ ડો.શિવા લક્ષ્મીએ જણાવ્યું હતું કે, તેમને આમંત્રણ ન મળતા દુઃખ થયું છે. આમંત્રણ મળતા ચોક્કસ તેઓ અસ્વસ્થ હોવા છતાં ગાંધીજીના દાંડી સ્મારક ભવન જોવા જશે.

દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત કહીં શકાય

આયોજકોની લાપરવાહી કહો કે નિષ્કાળજીના કારણે ગાંધીજીના પપૌત્રવધૂને દાંડી સ્મારક કાર્યક્રમમાં નિમંત્રણ આપવાનું ભુલાઈ ગયું હતું. ડો. શિવા લક્ષ્મીને આમંત્રણ આપવા પહોંચેલા નવસારીના સાંસદે પણ સ્વીકાર્યું હતું કે, આમંત્રણ આપવામાં ક્યાંક ચૂક રહી ગઈ હશે. જોકે, ગાંધીજીના સ્મારકના લોકાર્પણ કાર્યક્રમમાં ગાંધીજીની પ્રપોત્રવધૂને આમંત્રણ આપવાનું ભૂલાઈ જવું એ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત કહીં શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here