દાંડી ખાતે રૂ. 110 કરોડના ખર્ચે 15 એકરમાં ‘રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક’બન્યું

0
28

દાંડી: ઐતિહાસિક દાંડી ખાતે રૂ. 110 કરોડના ખર્ચે 15 એકર જમીનમાં ‘રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક’ બનાવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આ સ્મારકને 30મી જાન્યુઆરી 2019ના રોજ ખુલ્લું મુકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેવી જ રીતે આ ‘રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક’ પણ દુનિયામાં આકર્ષણ જમાવશે. સાબરમતીથી ગાંધીજીએ 12મી માર્ચથી 6ઠ્ઠી એપ્રિલ 1930 દરમિયાન દાંડી સુધી કૂચ કરી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. એ ઐતિહાસિક દિવસને જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે.

સોલાર ટ્રી

41 સોલાર ટ્રી દ્વારા દરરોજ 144 કિલોવોટ વીજળી ઉત્પન્ન થશે. જે આ સ્મારકમાં જરૂરી વીજપુરવઠો પૂરો પાડશે.

14 સોલ્ટ મેકિંગ પેન

સોલાર મેકિંગ બિલ્ડિંગમાં 14 સોલ્ટ મેકિંગ પેન મુકવામાં આવી છે. ત્યાં ખારું પાણી પણ ઉપલબ્ધ છે. ખારું પાણી જ્યારે પર્યટકો પેનમાં મુકશે ત્યારે તે પાણીનું પેનની અંદર લગાવાયેલ મશીન પાણીનું બાષ્પીભવન કરશે અને પેનમાં મીઠું રહી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here