Tuesday, September 21, 2021
Homeદાઉદ ઈબ્રાહિમ ની બહેન હસીના પારકરના મુંબઈ સ્થિત ફલેટની 1.80 કરોડમાં હરાજી...
Array

દાઉદ ઈબ્રાહિમ ની બહેન હસીના પારકરના મુંબઈ સ્થિત ફલેટની 1.80 કરોડમાં હરાજી કરાઈ

મુંબઈઃ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરનો મુંબઈના નાગાપાડ સ્થિત ફલેટની 1.80 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. આ હરાજી સમગલિંગ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ એક્ટ(SAFEMA) મુજબ કરવમાં આવી છે.

હસીના આ ફલેટમાં રહેતી હતી

ફલેટની હરાજીની શરૂઆત 1.69 કરોડ રૂપિયાથી થઈ હતી. 2014માં તેના મૃત્યુ પહેલા આ ફલેટમાં રહેતી હતી. એવું પણ કહેવમાં આવી રહ્યું છે કે ફરાર થતા પહેલા દાઉદ પણ તેમાં રહેતો હતો.

મિડિયા રિપોર્ટ અનુસાર, આ ફલેટને ખરીદવા માટે 28 માર્ચ સુધી અરજી દાખલ કરવામાં આવી હતી. આ હરાજીમાં ભાગ લેવા માટે 30 લાખ રૂપિયા જમા કરાવવાના હતા. જયારે ફલેટની કિંમત 1.69 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. દાઉદના કલેકશનમાંથી ખરીદવામાં આવેલ આ ફલેટ પર કબ્જો કરવાની કોશિશ સીબીઆઈએ વર્ષ 1997માં કરી હતી.

તેનો કબ્જો મેળવવાના પ્રયત્નો 1997થી થઈ રહ્યાં હતા

જોકે મામલો કોર્ટમાં ચાલતો રહ્યો અને હસીના આ મકાનમાં રહીને ધમકીઓનો કારોબાર કરતી રહી. આ દરમિયાન તેનું મૃત્યું થયું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને મકાનની જવાબદારી સફીમા અને એનડીપીએસ મુંબઈને સોપવામાં આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments