દારૂના શોખીનોને લાગશે ઝટકો, ગોવા સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

0
67

દારૂના શોખીનો માટે ગોવા, દીવ-દમણ અને આબુ એ 3 ફેવરિટ સ્થળો છે. ગોવા એ ખર્ચાળ હોવા છતાં ગુજરાતીઓ ડિસેમ્બરમાં મન મૂકીને દારૂ પીવા માટે ગોવા જાય છે. ગોવા એ રમણિય પ્રદેશ છે. જ્યાં સરકાર દ્વારા અપાતી છૂટોને પગલે ગોવામાં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટે છે. ગોવા એ દરિયાઈ બીચોને પગલે ફેમસ છે. જ્યાં બીચ પર લોકો મનમૂકીને દારૂની પાર્ટીઓ કરતા હોય છે. હવે એ શક્ય નહીં બની શકે કારણ કે સરકાર હવે એક નવો કાયદો લાવવા જઈ રહી છે. જો અમલમાં મૂકાયો તો તમે ગોવામાં બીચ પર કે ખુલ્લામાં દારૂ નહીં પી શકો. જો દારૂ પીતાં પકડાયા તો પોલીસ તમને 2 હજારથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.

ગોવા દારૂ પીવા જતા લોકો માટે સૌથી મોટા આંચકાજનક સમાચાર છે. ગોવામાં પ્રવાસીઓ ખુલ્લામાં દારૂ ઢીંચીને છાકટા બનતા હોવાથી રાજય સરકારે પ્રવાસી વ્યાપાર કાયદામાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. હવે ગોવામાં ખુલ્લેઆમ દારૂ પીતા શોખિનો જોવા મળશે નહીં. આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન બદલ વધુ આકરા પગલાં રૂપે જેલની પણ સજા થઈ શકે છે. ગોવાના પ્રવાસન મંત્રી મનોહર અજર્ગાવકરના નિવેદન મુજબ, ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ કૂકિંગ કરનારને રૂ. ૨,૦૦૦થી ૧૦,૦૦૦ હજારનો દંડ ફટકારાશે.

સરકારના આ નિયમોને પગલે પ્રવાસીઓમાં ઘટાડો થવાની સંભાવના છે. જેને પગલે સ્થાનિકમાં વિરોધ ઉઠે તેવી પૂરી સંભાવના છે. સરકાર પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે આ નિયમોમાં ફેરફાર કરવા માગે છે. જેને પગલે ગોવામાં આવતા દરેક પ્રવાસીની સુરક્ષા વ્યવસ્થા ન જોખમાય. હાલમાં ગોવામાં ભાજપ સરકાર છે. જે આગામી બેઠકમાં આ નિર્ણય લે તેવી પૂરી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here