Tuesday, December 7, 2021
Homeદાહોદના મોટી ખરજ ગામ પાસે છકડાએ બાઇકને અડફેટે લીધી, 4 લોકોના મોત
Array

દાહોદના મોટી ખરજ ગામ પાસે છકડાએ બાઇકને અડફેટે લીધી, 4 લોકોના મોત

દાહોદઃ દાહોદ નજીક મોટી ખરજ ગામ પાસે ગત મોડી રાત્રે બાઇક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા.

બાઇક અને છકડા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડેવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટનાની જાણ થતા દાહોદ પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments