દિકરાને મળતા એટેન્શનથી પરેશાન થયો સૈફ, કરી પોલિસ ફરિયાદ? એક્ટરે કર્યો ખુલાસો

0
52

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા પહેલા જ કોઇએ સૌથી વધારે પૉપ્યુલારિટી મેળવી લીધી હોય તો તે છે સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન. તૈમૂર ખાનના લાખો ફૉલોઅર્સ છે, છોટે નવાબ તૈમૂરની ફોટો લેવા માટે ફોટોગ્રાફર્સ સતત આગળ પાછળ ફર્યા કરે છે. સૈફ-કરિનાના ઘરની બહાર ફોટોગ્રાફર્સ આખો દિવસ ફરતા હોવાથી આસપાસ રહેતા લોકોને પણ તકલીફ પડે છે.

થોડા દિવસ પહેલા ફોટોગ્રાફર્સની ભીડને હટાવવા માટે સૈફ-કરિનાના ઘર પાસે પોલીસ પહોંચી હતી. બિલ્ડિંગમાં રહેતા જ કોઇએ આ ભીડને હટાવવા માટે પોલિસ ફરિયાદ કરી હતી. જે સમયે પોલીસ ફોટોગ્રાફર્સને ત્યાંથી હટાવી રહ્યા હતા તે સમયે જ સૈફ અલી ખાન તૈમૂરને લઇને ત્યાથી નીકળ્યો હશે, જે પછી રિપોર્ટ્સમાં સામે આવ્યુ કે, સૈફે જ પોલિસ ફરિયાદ કરી હશે.

એરપોર્ટ પર તસવીરો ક્લિક કરતી વખતે ફ્લેશ લાઈટના કારણે ઘણીવાર તૈમૂરની આંખો બંધ થઇ જતી હતી, ફોટો લેતી વખતે ફ્રેન્ડલી દેખાતો તૈમૂર તે સમયે અનકમ્ફર્ટેબલ લાગી રહ્યો હતો, જેના કારણે ફોટોગ્રાફર્સ પર અપસેટ જોવા મળ્યો અને તેના પર ભડકી ગયો. તેમ છતાં ફોટોગ્રાફર્સ તસવીરો ક્લિક કરવાનું ચાલુ રાખ્યુ હતુ. ત્યારે સૈફ ગુસ્સે થઇને બોલ્યો કે, ‘બસ કરો હવે મારો દિકરો આંધળો થઇ જશે.’

જોકે આ પછી ફોટોગ્રાફર્સ સામે ફરિયાદ કરવા અંગે સ્પષ્ટતા કરતા સૈફે કહ્યુ કે, આ ફરિયાદ મેં નથી કરી. બની શકે કે તેના કોઇ પાડોશીએ આ ફરિયાદ કરી હોય. હું અને કરિનાએ પોશ વિસ્તારમાં રહીએ છીએ અને ત્યાં ઘણા મોટા ફેમિલી લોકો રહે છે, તો શક્ય છે કોઇએ પરેશાન થઇને ફરિયાદ નોંધાવી હોય.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here