દિગ્વિજયના સમર્થનમાં હઠયોગ કરવા પર કોમ્પ્યુટર બાબાને ચૂંટણી પંચની નોટિસ

0
0

ભોપાલઃ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં મંજૂરી વગર હઠયોગ કરવાના મુદ્દે કોમ્પ્યુટર બાબાએ મંગળવારે કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહની જીત માટે સાધુ-સંતોની સાથે અનુષ્ઠાન કર્યુ હતું. ભાજપે આ મામલાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી.


ગત સપ્તાહે કોમ્પ્યુટર બાબાએ દાવો કર્યો હતો કે ભોપાલમાં ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરની હાર થશે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર જીતે તે માટે 7 હજાર સાધુ-સંતોની સાથે અને તાંત્રિક અનુષ્ઠાન કરશે. 7 મેનાં રોજ તેઓએ ન્યૂ સોફિયા કોલેજ ગ્રાઉન્ડ પર દિગ્વિજય સિંહની હાજરીમાં અનુષ્ઠાન કર્યું હતું. 8 મેનાં રોજ કોમ્પ્યુટર બાબએ જૂના ભોપાલમાં દિગ્વિજયના સમર્થનમાં રોડ શો પણ કર્યો હતો.

ભાજપે ફરિયાદ કરી હતીઃ ભાજપે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે બાબાએ અનુષ્ઠાનમાં સાધુઓને 11-11 હજાર રૂપિયા આપ્યાં છે. આ આયોજન પર લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેને કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવે. ભાજપનો આરોપ હતો કે કોમ્પ્યુટર બાબાને આ આયોજનની મંજૂરી પંચ અને કલેકટર પાસેથી લીધી ન હતી.

ભાવના ભડકાવી રહ્યાં છે બાબાઃ ભાજપે કહ્યું કે કોમ્પ્યુટર બાબા ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનું કામ કરી રહ્યાં છે. તેઓએ ઉમેદવાર વિશેષના સમર્થનમાં તાંત્રિક અનુષ્ઠાન, હઠયોગ અને ધૂની જમાવી હતી. તેનાથી હિંદુ મતદાતાઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ લાગી છે.

ત્રણ મુદ્દે તપાસ થશેઃ ભાજપની ફરિયાદ પર જિલ્લા ચૂંટણી અધિકારી ડો સુદામ પી ખાડેએ મામલાની તપાસ એઆરઓ ભોપાલ ઉત્તરના કેકે રાવતને સોંપી છે. આ મામલે ત્રણ મુદ્દે તપાસ થશે.

આયોજનની મંજૂરી કોને માગી? જો અનુમતિ માગી તો આપવામાં આવી હતી કે નહીં?
કાર્યક્રમ માટે દિગ્વિજય સિંહે કોમ્પ્યુટર બાબા સહિત અન્ય સાધુ સંતોને બોલાવ્યા કે નહીં?
કોમ્પ્યુટર બાબા કોઈ પાર્ટી કે ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યાં છે? તેમના કાર્યક્રમનો કેટલો ખર્ચ આવી રહ્યો છે? તે બાબતે વીડિયો રેકોર્ડિંગ કરી રિપોર્ટ મોકલવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here