Friday, December 3, 2021
Homeદિગ્વિજયે પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી, વીકે સિંહે પૂછ્યું- રાજીવ ગાંધીની હત્યા પણ...
Array

દિગ્વિજયે પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી, વીકે સિંહે પૂછ્યું- રાજીવ ગાંધીની હત્યા પણ દુર્ઘટના હતી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં જૈનના ઠેકાણાં પર વાયુસેનાની કાર્યવાહીના પુરાવા માંગ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું કે, “એર સ્ટ્રાઈક પર વિદેશી મીડિયામાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી આપણી સરકારની વિશ્વનીયતા પર પ્રશ્ન ચિન્હ લાગી રહ્યાં છે.” જેનો સરકારે વિરોધ કર્યો હતો. વિદેશ મંત્રી વીકે સિંહે દિગ્વિજય સિંહને પૂછ્યું કે, શું રાજીવ ગાંધીની હત્યા દુર્ઘટના હતી કે પછી આતંકી હુમલો?

મંગળવારે દિગ્વિજયે ટ્વીટમાં લખ્યું કે, “વડાપ્રધાનજી તમારી સરકારના કેટલાંક મંત્રી કહે છે કે 300 આતંકવાદી માર્યાં ગયા, ભાજપ અધ્યક્ષ કહે છે કે 250 માર્યાં ગયા. યોગી આદિત્યનાથ કહે છે કે 400 માર્યા ગયા તમારા મંત્રી એએસ અહલુવાલિયા કહે છે કે એક પણ નથી મર્યો. તમે આ અંગે મૌન છો. દેશ જણાવા માગે છે કે આમાંથી ખોટું કોણ છે?”

અભિનંદનની મુક્તિ પર પાકિસ્તાન સરકારનો આભાર માન્યો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનની મુક્તિ માટે દિગ્વિજયે રવિવારે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને અભિનંદનની મુક્તિનો નિર્ણય કરીને બતાવી દીધુ છે કે તેઓ એક સારા પાડોશી છે. હવે ઈમરાને આતંકી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને અમને સોંપીને બહાદુરી બતાવવી જોઈએ. મોદીએ કન્યાકુમારીમાં કહ્યું હતુકે, 26/11નાં મુંબઈ હુમલા બાદ વાયુસેના પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવા માંગતી હતી પરંતુ તે સમયની યુપીએ સરકારે તેમને  આવુ કરવાથી રોક્યા હતા. જેની પર દિગ્વિજયે કહ્યું કે, મેં મોદી જેવો જુઠ્ઠો વ્યક્તિ જોયો નથી.
સ્ટ્રાઈક પહેલા કેમ્પમાં 300 મોબાઈલ એક્ટિવ હતા
ન્યૂઝ એજન્સીનાં સૂત્રો પ્રમાણે, બાલાકોટમાં એરસ્ટ્રાઈક પહેલા જૈશનાં ઠેકાણાઓ પર 300 મોબાઈલ ફોન એક્ટિવ હતા. જેની માહિતી નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સેનાએ આપી હતી. જે અંગે સુરક્ષા એજન્સીઓએ પણ સહમતિ બનાવી હતી. આ વાતથી સ્પષ્ટ સંકેત મળ્યા હતા કે કેમ્પમાં આશરે 300 લોકો હાજર છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments