- Advertisement -
ગત રોજ મહાશિવરાત્રી ના પવિત્ર દિવસે દિયોદર ખાતે આજે શિવરાત્રી નિમિતે દર વખત ની જેમ આ વખતે રાવણાં રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા 14 મો રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર નગર માંથી મોટી સંખ્યા માં યુવાનો એ રક્ત દાન શિબિર માં ભાગ લીધો હતો રાવણાં રાજપૂત યુવક મંડળ ના સભ્યો એ જણાવેલ કે રાવણાં રાજપૂત સમાજ દ્વારા દર વખતે મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવે છે જેમાં આજે 14 માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં દિયોદર લાયન્સ કલબ ના સભ્યો ભારત વિકાસ પરિસદ ના સભ્યો દિયોદર શિક્ષણ કર્મચારી ઓ એ સહયોગ આપી આ રક્ત દાન શિબિર સફળ બનાવ્યો હતો આ પ્રસંગે રાવણાં રાજપૂત સમાજ ના પ્રમુખ મગનજી પરમાર,અમરતભાઈ ભાટી ,પૂર્વ સરપંચ કનુભાઈ પઢીયાર,સોનાજી ડોકટર,ડો. મોહનજી, ,કિશોરભાઈ ડી પરમાર,પ્રદીપભાઈ શાહ વગરે આગેવાનો હાજર રહા હતા તેમજ રક્ત દાન શિબિર માં કર્મ નો સિદ્ધાંત નું પુસ્તક અને પાકેટ રક્ત દાતા ઓ ને આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર ,બનાસકાંઠા