Wednesday, December 8, 2021
Homeદિયોદર ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય ના સહયોગથી તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ દિયોદર...
Array

દિયોદર ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય ના સહયોગથી તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ દિયોદર ખાતે યોજવામાં આવ્યો.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેર મા સેવા સેતુ કાર્યક્રમ સરકારી અધિકારીઓ તથા તાલુકાના મામલતદાર કચેરીના તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા તથા દિયોદર સ્વામીનારાયણ મંદિર ના સહયોગથી તાલુકામાં લોકોએ સરકાર ની વિવિધ યોજના નો લાભ લીધો હતો. જેવીકે, આર્થિક રીતે નબળા વર્ગના અનામત માટે પાત્ર ધરાવતા પ્રમાણ પત્ર, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૂધ પેન્શન યોજાના, સંકટ મોચન યોજના, અંધ અપંગ અને નિરાધાર वूरध પેન્શન યોજના, પ્રધાન મંત્રી શ્રમ યોગી માન ધન યોજના , આયુષ્માન ભારત યોજના , મા અમૃતમ યોજના, ફ્રિ મેડીકલ ચેકઅપ દ્વારા सहरानीय કામગીરી કરી હતી.. દિયોદર તાલુકાના પ્રાંત અધિકારી એ ડી ચૌહાણ તથા મામલતદાર પી એચ પંચાલ, તાલુકા વિકાસ અધિકારી એ.સી ઠાકોર, તાલુકાનાવિસ્તરણ અધિકારી અલ્કાબેન શ્રીમાળી, તાલુકાના તલાટીઓ, ગ્રામ સેવકઓ ગરીબ લાભાર્થીઓને દાખલાઓ પ્રમાણ પત્રો, દાખલાઓ કાઠી આપ્યા હતા. સ્વામી નારાયણ સંપ્રદાય ના સેવક દિલિપ ભાઈ ઠક્કર દ્વારા લોકોને ચા, પાણી, તથા મંડપ ની સારી એવી સેવાઓ આપી હતી અને ભક્તો દ્વારા પણ લાભાર્થી ને નાની મોટી મદદે આવ્યા હતા.
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments