દિયોદર તાલુકાના સુરાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો…

0
59

  • CN24NEWS-11/01/2019
  • બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના સુરાણા ગામે આજે માધ્યમિક શાળામાં ચોથા તબકકા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરહદી વિસ્તાર માં ગરીબ લાભાર્થીઓને સ્થળ ઉપર પ્રશ્નો નું નિવારણ મળી રહે તે માટે આ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહુ પ્રથમ દીપ પ્રાગટીય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો જેમાં દિયોદર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ના અધિકારીઓ ગ્રામ પંચાયતના તલાટીઓ હાજર રહા હતા. આ સેવા સેતુ કાર્યક્રમ માં ગરીબ લોકો માટે લગતી તમામ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી અને સ્થળ ઉપર  પ્રશ્નનો નું નિવારણ લાવવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ કલેકટર એ.ડી.ચૌહાણ,દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ,નાયબ મામલતદાર ભરતભાઈ કાનાબાર,દિયોદર તાલુકા વિકાસ અધિકારી,પી.આર. દવે, દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ વાધેલા, જિલ્લા પંચાયત સદસ્ય માલજીભાઈ દેસાઈ,દિયોદર તાલુકા પંચાયત સદસ્ય માંનજીભાઈ જોશી, મુલકપુર સરપંચ જીવણજી ઠાકરો,વખા સરપંચ અમરતજી ઠાકોર,એ.ટી.જોશી, જામાભાઈ પટેલ,રસિકલાલ.ત્રિવેદી,બી કે.જોશી,સુરાણા.સરપંચ દેવચંદભાઈ જોશી,પર્વ સરપંચ રગનાથભાઈ જોશી,દિયોદર તાલુકા યુવા ભાજપ મહામંત્રી ભરતભાઈ જોશી,ખેતારામભાઈ જોશી,હરિરામભાઈ જોશી,વિષ્ણુભાઈ જોશી, સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત
     રહા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જોશી ગાંડાભાઈ દેવચંદભાઈ દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જોશી ગાંડાભાઈ દેવચંદભાઈ અને તલાટીએ સુંદર આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here