દિયોદર તાલુકા ના સણાવ ગામે સસ્તા અનાજ ની દુકાન 2 કિમિ દૂર હોવાથી રેશનધારકો પરેશાન

0
102
રાજ્ય સરકાર દ્વારા ગરીબ બી પી એલ લોકો ને સસ્તા ભાવે પુરવઠો મળી રહે તે માટે તાલુકા ના અનેક ગામડા માં સસ્તા અનાજ ની દુકાન ખોલવમાં આવ્યા છે જેમાં સરળતાથી થી અનાજ પણ મેળવી રહા છે પણ દિયોદર તાલુકા ના સણાવ ગામે સસ્તા અનાજ ની દુકાન 2 થી 3 કિમિ દૂર હોવાના કારણે રેશનધારકો પરેશાન બન્યા છે….
દિયોદર તાલુકા ના સણાવ ગામ 1500 ઉપરાંત વસ્તી ધરાવતું ગામ છે જેમાં ગરીબ લોકો ને સસ્તા ભાવે પુરવઠો મળી રહે તે માટે સસ્તા અનાજ ની દુકાન ફાળવવા માં આવેલ છે પરંતુ આ સસ્તા અનાજ ની દુકાન સણાવ ગામ થી 2 થી 3 કિમિ દૂર હોવાથી સણાવ ગામ ના અંદાજીત 300 રેશન ધારકો ને હેરાન પરેશાન થવું પડી રહું છે જો કોઈ ધારકો ને રેશન લેવા માટે 2 થી 3 કિમિ ચાલી ને જવું પડે છે આ બાબતે ગામ ના આગેવાન એ જણાવેલ કે અમારા ગામ માં સરકાર દ્વારા ગરીબ લોકો ને રેશન કાંડ ઉપર સસ્તું અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા દુકાન ચાલુ કરવામાં આવી છે પણ આ સસ્તા અનાજ ની દુકાન સણાવ ગામ થી 2 થી 3 કિમિ દૂર ડાઉવા રોડ ઉપર આવેલ છે જે દુકાન ને સણાવ ગામ માં ફાળવવામાં આવે તો રેશન ધારકો ને આટલું દૂર જવું ના પડે તો તંત્ર દ્વારા આ દુકાન ને ગામ માં લાવવમાં આવે તેવી અમારી ઉર્ગ માગણી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here