Sunday, October 17, 2021
Homeદિયોદર દુકાનમાં નોકર ની આંખોમાં મરચાની ભૂકી નાંખી  ૨૦,૯૫૦૦૦ લાખની  લૂંટ ,...
Array

દિયોદર દુકાનમાં નોકર ની આંખોમાં મરચાની ભૂકી નાંખી  ૨૦,૯૫૦૦૦ લાખની  લૂંટ , ડી.વાય.એસ.પી સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો

દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈમાં રામેશ્વર વેહેપાર કેન્દ્ર ની દુકાન માં આજે નોકર ની  આંખમાં ધોળા દિવસે એક ઇસમે મરચાની ભૂકી નાખી ૨૦,૯૫૦૦૦ લાખ રૂપિયા ભરેલ થેલી ની લૂંટ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે જેમ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી શખ્સ ને ઝડપી પાડવા જિલ્લામાં નાકાબંધી કરી છે
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર રેલવે સ્ટેશન ગોળાઈ માં આવેલ રામેશ્વર વેહેપાર કેન્દ્ર માં આજે ધોળા દિવસે દુકાનની અંદર નોકર બેઠો હતો ત્યારે એક અજાણ્યો ઇસમ એકાએક દુકાનમાં આવી ભાવ તાલ પૂછ્યા હતા જેમાં નોકર ની નજર ચૂકવતા દુકાનમાં આવેલ શખ્સે  તેના હાથમાં રહેલ પડીકા માંથી નોકર ની આંખમાં મરચાની ભૂકી નાખી ટેબલ માં રહેલ રૂપિયા ભરેલી થેલી લઇ એકા એક ફરાર થઇ ગયો હતો જોકે થોડા સમય બાદ નોકરે બહાર આવી બૂમા બૂમ કરતા આજુ બાજુમાંથી વેહેપારીઓ ના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તાત્કાલિક ધોરણે લૂંટ બનાવ જોઈ  જિલ્લાના અલગ અલગ પોલીસ મથકે વાયરલ દ્વારા માહિતી આપી મુખ્ય હાઈવે ઉપર નાકાબંધી કરી હતી જોકે ઘટના માં સમગ્ર બનાવ દુકાન  માં લગાવેલા સી.સી.ટીવી કેમેરામાં કેદ થઇ હોવાથી દિયોદર ડી.વાય.એસ.પી તથા પી.એસ.આઇ પી ડી સોલંકી એ કેમેરા ચેક કર્યા હતા જેમાં એક ઈસમ મોઢે રૂમાલ બાંધી આવી દુકાનમાં પ્રવેશ કરી થોડી ક્ષણો સુધી નોકર સાથે ચર્ચા કરે છે જેમાં એક એક હાથમાં રહેલ પડીકામાંથી મરચાની ભૂકી નોકર ની આંખ માં નાખી રૂપિયા ભરેલ થેલાની લૂંટ કરી ફરાર થઈ જાય છે
ઘટનાની જાણ રામેશ્વર વેપાર કેન્દ્ર ના માલિક ને થતા તાત્કાલિન દુકાને દોડી આવ્યા હતા અને તપાસ કરતા       લાખની લૂંટ કરી હોવાનું બહાર આવતાં દિયોદર પોલીસે દુકાન માલિક. હસુભાઈ ઠક્કર ની  ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે જોકે આ બનાવ બાદ દિયોદર વેહેપારી માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે
દિયોદર માં ઘણા સમયથી ચોરી અને ચીલઝડપના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હજુ ડુંચકવાડા ગામે થયેલ ઓઇલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે આજે ભર બજારે ધોળે દિવસે લૂંટ નો બનાવ બનતાં દિયોદર વહેપારીઓ માં  ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે જેમાં ઘણા સમયથી દિયોદર માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જતા સ્થાનિક વેહેપારીઓમાં ભારે ફફડાટ સાથે રોષ ફેલાયો છે
બપોરનો સમય હોવાથી રામેશ્વર વહેપાર કેન્દ્રના માલિક ઘરે જમવા માટે ગયા હતા ત્યારે દુકાન ઉપર નોકર એકલો હાજર હતો ત્યારે એક ઇસમ દુકાનમાં ઘૂસી જઈ નોકર ની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ નો અંજામ આપ્યો હતો જોકે આ લુટ માં પહેલા થી રેકી કરી હોવાનું દેખાઈ રહ્યું છે દુકાન માલિક ઘરે ગયા બાદ થોડા સમયમાં આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે જોકે આ લુટમાં કોઇ જાણભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે ઉલ્લેખનીય એ છે કે લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારૂ નોકર નું બહાર પડેલું બાઇક પણ લઈ ગયો છે શું બાઈકની ચાવી બાઈક માં હતી કે પછી ટેબલ ઉપર જેથી લૂંટારૂ ખુલ્લેઆમ બાઇક લઇ ગયો તેને લઈને પણ દિયોદર ચર્ચાએ જોર પકડયું છે
આ બાબતે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી. એચ. ચૌધરી એ જણાવલ કે અત્યારે સી.સી.ટીવીમાં એક શખ્સ દેખાય છે જેમાં કેમેરાની તપાસ અને કોલ ડિટેઇલની તપાસ ચાલુ છે
દિયોદર રામેશ્વર કેન્દ્રમાં લુંટના બનાવના પગલે ભારે ફફડાટ ફેલાયો છે જેમાં ઘટનાની જાણ દિયોદર ના વહેપારી એ પોલીસને જાણ કરતાં દિયોદર નાયબ  પોલિસ અધ્યક્ષ પી. એચ.ચૌધરી તથા પી.એસ.આઇ પી.ડી.સોલંકી તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments