દિયોદર પંથક માં ચોરી ના વધતા જતા બનાવો, લોકો માં ફફડાટ, એ.ટી.એમ. તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

0
53
દિયોદર તાલુકાના રામપુરા (ધુ)ગામે ખેડૂતો માટે ડેરી આગળ મુકેલ એ.ટી.એમ પતરું તોડી ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા ચોરી થતી અટકી ગઈ હતી. ત્યારે બીજી તરફ દિયોદર મામલતદાર કચેરીમાંથી બાઇકની ઉઠાંતરી થવા પામી હતી.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર મામલતદાર કચેરી ખાતે સરકારી કામકાજ અર્થે આવેલ ચમનપુરા વેલાભાઈ રેવાભાઈ તરક પોતાનું બાઇક જી.જે . ૮ એ. બી. ૯૬૬૭  નંબરનુ બાઇક મામલતદાર કચેરી બહાર મૂક્યું હતું ત્યારે કોઈ અજાણ્યા ઇસમે બાઈક નું લોક તોડી બાઇકની ઉઠાંતરી કરી હતી જોકે બીજી તરફ દિયોદર તાલુકાના રામપુરા(ધુ) ગામે બનાસડેરી દ્વારા ખેડૂતો માટે લગાવવામાં આવેલ એ.ટી.એમ મશીન ને પણ ગત રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ગેસ વેલ્ડીંગ વડે એટીએમ નું પતરું તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જેમાં એટીએમ નું પતલુ તૂટ્યું હોવાનું બનાસ ડેરી ના સદસ્યને જાણ થતા તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરી હતી ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતાં ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.
રિપોર્ટર લલિત દરજી , CN24NEWS દિયોદર બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here