Monday, January 24, 2022
Homeદિયોદર રેલવે સ્ટેશન થી ભાભર ત્રણ રસ્તા સુધીના માર્ગના ફૂટપાથ ઉપર દબાણ...
Array

દિયોદર રેલવે સ્ટેશન થી ભાભર ત્રણ રસ્તા સુધીના માર્ગના ફૂટપાથ ઉપર દબાણ દારો નો  રાફડો..

દિયોદર રેલવે સ્ટેશન ગોળઇ થી ભાભર ત્રણ રસ્તા તરફ જતો મુખ્ય માર્ગ ઉપર આવેલ ફૂટપાથ ઉપર દુકાનદારો દ્વારા આડેધડ દબાણો કરી નાખ્યા છે જેમાં તંત્ર એ રોડ પોહળો કરવામાટે ડિવાઈડર તો તોડી નાખ્યા છે પણ ફૂટપાથ ઉપર થયેલ દબાણો કયારે દૂર થશે તે પ્રશ્ન વાહનચાલકોમાં ઉઠી રહ્યો છે
દિયોદર માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા દિયોદર રેલવે સ્ટેશન  ગોળાઈ થી ભાભર ત્રણ રસ્તા તરફ જતા માર્ગ ઉપર અવાર-નવાર ટ્રાફિક સમસ્યાને લઈ રોડ પહોળો કરવા માટે વચ્ચે લગાવેલ ડિવાઈડરો તોડી પાડવા માં આવ્યા છે અને રોડને પહોળો કરવાની કામગીરી ચાલુ છે ત્યારે આ માર્ગ ઉપર માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ફૂટપાર્થ બનાવવામાં આવ્યા છે જેથી રાહદારી ફૂટપાથ ઉપર થી ચાલી શકે પરંતુ આ માર્ગ ઉપર આવેલ લોખંડ ભંગાર ની દુકાનો તથા અન્ય સબમસીબલ નિ દુકાનો દ્વારા ફૂટપાથ ઉપર આડેધડ મશીનો સાઇનબોર્ડ લોખંડની પાઈપો વગેરે વસ્તુઓ મૂકી દબાણ કરી દીધેલ છે જેથી ના છૂટકે રાહદારીઓને રસ્તા ઉપર ચાલવા મજબૂર થવું પડે છે ત્યારે અત્યારે માર્ગનું કામ ચાલુ હોવાથી આવા દબાણોના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રેલવે સ્ટેશન ગોળાઈ થી ભાભર ત્રણ રસ્તા સુધીના માર્ગના ફૂટપાથ ઉપર થી દુકાન દારો ના દબાણો  દુર કરવામાં આવે તેવી આમ જનતા ની  માગણી ઉઠી છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular