Sunday, October 17, 2021
Homeદિયોદર લાયન્સ કલબ પરિવાર દ્વારા ગરીબ કુટુંબોને દાળ અને ચોખાનું વિતરણ કરાયું.
Array

દિયોદર લાયન્સ કલબ પરિવાર દ્વારા ગરીબ કુટુંબોને દાળ અને ચોખાનું વિતરણ કરાયું.

રાજ્ય માં ઉત્તરાયણનો પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતું. ત્યારે આ તહેવાત લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય છે ઉતરાયણ નો પર્વ પુણ્ય માટે માનવામાં આવતો હોય છે.ત્યારે સૌ કોઈ સેવાભાવી કાર્ય કરતા જોવા મળી આવતા હોય છે ત્યારે લાયન્સ ક્લબ  દિયોદર પરિવાર દ્વારા પણ ૨૫૦ ગરીબ કુટુંબોને દાળ અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું  હતું આ સાથોસાથ ૩૧૦૦/-રૂપિયાનું દાન દિયોદર  ગૌશાળામાં પણ કરવામાં આવ્યું હતું લાયન્સ કલબ દિયોદર  એ સેવાભાવી સંસ્થા તરીકે ઊભરી આવી છે.લાયન્સ ક્લબ દિયોદર  સેવા માટે જાણીતી છે જેમને નવા ખાતે આવેલ મનોરમ ગૌ  હોસ્પિટલમાં બિમાર ગાયોની સેવા માટે ૨૭૦૦/- રૂપિયાનું દાન કરેલ છે જેની સાથે  તેઓએ ગાયો અને શ્વાનો માટે લાડુ પણ પીરસવામાં આવ્યા હતા  અને ગરીબ પરિવાર ના હોય લોકો ને વસ્ત્રો પણ આપવામાં આવ્યા હતા .લાયન્સ કલબ  દિયોદર અલગ અલગ દિવસો એ અલગ અલગ સેવાભાવી કાર્ય કરતી  જોવા મળી આવતી હોય છે. જ્યારે ચોખા અને દાળ ના વિતરણ કાર્યક્રમ માં દિયોદર મામલતદાર પી. એસ. પંચાલ,લાયન્સ કલબ ના પ્રમુખ પ્રદીપ ભાઈ શાહ, લક્ષ્મણ સિંહ વાઘેલા, ડૉક્ટર પ્રદીપભાઈ, જામાભાઈ પટેલ, અમરત ભાઈ ભાટી, સબીર ભાઈ મેમણ, રમેશભાઈ માળી, મહેશ ભાઈ ગજ્જર, નૈતિક ભાઈ સોની નરેશભાઈ પંચાલ,યોગેશ ભાઈ હાલાણી ,પી. કે. ઠાકોર, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ,શુરેશ ભાઈ, ભાવેશ ભાઈ,વગેરે હાજર રહી સેવાભાવી કાર્ય કરતા જોવા મળ્યા હતા….
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments