દિલ્લી સ્પે. સેલ ટીમે જૈશના આતંકવાદીની કરી ધરપકડ, 2 લાખનું હતું ઇનામ

0
32

દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલ ટીમને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલ દ્વારા જૈશના આતંકી માજિદ બાબાની ધરપકડ કરવામાં આવી છે. જૈશ-એ-મહોમ્મદના આતંકી માજીદ બાબા પર બે લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસે જૈશ-એ-મોહમ્મદના આતંકી અબ્દુલ મજીદ બાબાની ધરપકડ કરી લીધી છે. આતંકી મજીદ બાબાને કાશ્મીરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આતંકી બાબા 2007માં દિલ્હીમાં ડીડીયૂ પાસે એક શૂટઆઉટ મામલાનો આરોપી છે. આ મામલામાં આતંકી મજીદ બાબાને હાઇકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે ત્યાર બાદ આતંકી ફરાર થઇ ગયો હતો અને હાલમાં અંતે દિલ્હી પોલીસે આતંકીને કાશ્મીરમાંથી ઝડપી પાડ્યો છે.

દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલ ટીમને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલ દ્વારા જૈશના આતંકી માજિદ બાબાની ધરપકડ કરવામાં આવી છે. જૈશ-એ-મહોમ્મદના આતંકી માજીદ બાબા પર બે લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. સ્પેશિયલ સેલની ટીમને જૈશ-એ-મહોમ્મદના આતંકી અબ્દૂલ મજીદ બાબાની શોધ હતી. આતંકી અબ્દૂલ માજિદ જમ્મૂ-કાશ્મીરના સોપાર જિલ્લાનો રહેવાસી છે.

આતંકી પર બે લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. સ્પેશિયલ સેલની ટીમે માજીદ બાબાની શ્રીનગરથી ધરપકડ કરી છે. ટીમે માજીદ બાબાની શનિવારની સાંજે શ્રીનગરના પીએસ શ્યોરા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. હવે માજીદ બાબાને જમ્મૂ-કાશ્મીરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યાંથી ટ્રાંઝિટ રિમાન્ડ પર દિલ્લી લાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here