દિલ્હીથી મુંબઇ સુધીના રેલમાર્ગની બંને બાજુ 1.6 મીટરની ઉંચી દિવાલ બનશે

0
24

રતલામ: ભારતીય રેલવે દિલ્હીથી મુંબઇ વચ્ચે આવેલા 1386 કિ.મીના લાંબા મુખ્ય રેલમાર્ગની બંને તરફ 1.6 મીટર ઉંચી દિવાલ બનાવવાનો નિર્ણય લીધો છે. દિવાલ પ્રીકાસ્ટ કોન્ક્રીટથી બનાવાશે. આ પ્રોજેકટનો ખર્ચ એક હજાર કરોડ રૂપિયાનો આવશે. રતલામના ડીઆરએમ આર.એન સુનકરના કહેવા મુજબ મંડલમાં દિલ્હી-મુંબઇ મુખ્ય રેલલાઇનનો હિસ્સો નાગદા થી ગોધરા સુધીનો છે જેની લંબાઇ 230 કિમી છે.

હાઇસ્પીડ ઝોન બનાવવા રેલવેએ આ કદમ ઉઠાવ્યુ છે.

રેલવે બોર્ડના આદેશ પછી રેલ મંડળે બાઉન્ડ્રીવોલ બનાવાની શરૂઆત કરી દીધી છે. આ કાર્ય દાહોદથી માર્ચ સુધીમાં શરૂ થશે.સુનકરે વધુમાં જણાવ્યું કે રેલવે દિલ્હી-મુંબઇની વચ્ચે હાઇસ્પીડ ઝોન બનાવવાની યોજના પર કામ કરી રહ્યુ છે. ટ્રેકને દિવાલથી સુરક્ષિત કરવી એ આ યોજનાનો હિસ્સો છે. આ રેલવે લાઇન દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડે છે. આ ટ્રેક પર મથુરા, કોટા,રતલામ,વડોદરા,સૂરત મુખ્ય સ્ટેશન આવે છે.

દિવાલ બનાવવાથી 160 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેન દોડશે

નોંધનીય છે કે રેલવે માર્ગની બંને બાજુએ સુરક્ષિત દિવાલ બનવાથી ટ્રેનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. અત્યાર સુધીમાં આ માર્ગના ટ્રેક પર ટ્રેન અધિકતમ 130 કિ.મી અને ન્યૂનતમ 80 થી 90 કિ.મી પ્રતિ કલાકની ગતિથી દોડતી હતી. દિવાલ બન્યા બાદ આ જ ટ્રેનની ગતિ 160 કિ.મી પ્રતિ કલાકની થઇ જશે. રખડતા ઢોરનો ત્રાસ પણ આ સાઇડ દિવલોથી અટકી જશે. વર્તમાનમાં કુલ 72 સુપરફાસ્ટ ટ્રેન આ પ્રસ્તાવિત ટ્રેક પર દોડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here