દિલ્હીનાં CGO કોમ્પલેક્ષમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 24 ગાડીઓ પહોંચી

0
32

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં એક પછી આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હીમાં બુધવારે CGO કોમ્પલેક્ષમાં દીનદયાળ અંત્યોદય ભવનમાં આગ લાગી ગઈ છે. આ આગ ઈમારતનાં પાંચમા માળે લાગી હતી. આગ બુઝાવવા માટે આશરે 24 આગકર્મીઓની ગાડીઓ રેસક્યૂ કરી રહી છે.

આગ લાગ્યાનાં અડધા કલાક પછી જાણ થઈ

દીનદયાળ અંત્યોદય ભવનમાં આજે સવારે 8 કલાકે આગ લાગ્યા બાદ 8.34 કલાકે આગ લાગી હોવાની જાણ થઈ હતી. જો કે આ બિલ્ડીંગમાં એર ફોર્સ, સામાજિક ન્યાય તથા વન વિભાગ ઉપરાંત પાણીપુરવઠા મંત્રાલય સહિતની ઘણી ઓફિસો આવેલી છે. જો કે, હાલ આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

શોર્ટ સર્કિટનાં કારણે આગ

 સર્કિટનાં પ્રાથમિક જાણકારી પ્રમાણે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં CISFનો એક જવાન પણ ઘાયલ થયો છે. પોલીસે સલામતીને ધ્યાનમાં રાખી આસપાસનાં વિસ્તાર ખાલી કરાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here