Tuesday, September 21, 2021
Homeદિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દિલજિત દોસાંજનું સ્ટેચ્યૂ મુકાયું, પહેલીવાર કોઈ શીખને આ...
Array

દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દિલજિત દોસાંજનું સ્ટેચ્યૂ મુકાયું, પહેલીવાર કોઈ શીખને આ સન્માન મળ્યું

બોલિવૂડ ડેસ્કઃ પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે ગુરુવારના રોજ દિલ્હીના મેડમ તુસોડ વેક્સ મ્યુઝિયમ માં પોતાના વેક્સ સ્ટેચ્યૂનું ઉદ્ઘાટન કર્યું. ફિલ્મ ‘ઉડતા પંજાબ’થી બોલિવૂડમાં શાનદાર એન્ટ્રી કરનાર દિલજીત આ સન્માન માટે ખૂબ જ ખુશ હતો. આ ખુશી તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે પણ શેર તેણે પોતાના વેક્સ સ્ટેચ્યુનો ફોટો મૂકી ટ્વીટ કરતાં લખ્યું, ‘પંજાબના એક નાના ગામથી આવનારા દોસાંજે મેડમ તુસાદ સુધી પહોંચવાનો રસ્તો કાપ્યો છે. પહેલો પાઘડી ધારક શીખ બન્યો છું જેનું સ્ટેચ્યુૂ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાયું છે અને આ માટે હું કંપની નો આભારી છે.’ દિલજીતનું આ વેક્સ સ્ટેચ્યૂ તેનું ગીત ‘પુત્ત જટ્ટ દા’ પર આધારિત છે.

દિલજીત પોતાના વેક્સ સ્ટેચ્યૂના ઉદ્ઘાટનમાં બ્લેક પાઘડી અને બ્લેક સૂટ પહેરીને પહોંચ્યો હતો અને ત્યાં લાગેલું તેનું પૂતળું બ્લેક રંગના આઉટફિટ સાથે હિપ હોપ સ્ટાઇલમાં જોવા મળ્યું હતું. આ પ્રસંગે તેણે એક કિસ્સો જણાવતા કહ્યું કે, ‘થોડા સમય પહેલાં મેં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં જવાનો પ્રયાસ કર્યો હતો પણ હું એન્ટ્રી મેળવી નહોતો શક્યો. ત્યાં જવા માટે લાંબી લાઇન લાગેલી હતી. હું લંડનમાં એક જ દિવસ માટે આવ્યો હતો એટલે મારી પાસે વધારે સમય નહોતો. ત્યારબાદ મેં બીજીવાર પણ આ મ્યુઝિયમમાં જવાનો પ્રયત્ન કર્યો હતો પણ હું નિષ્ફળ રહ્યો હતો. તમે મારા વેક્સ સ્ટેચ્યૂની વાત કરી રહ્યા છો પણ મેં તો હવે મેડમ તુસાદ મ્યુઝિયમ ક્યારેક જોવા જવાશે તેવી આશા પણ છોડી દીધી હતી.’

દિલજીતનું આ વેક્સ સ્ટેચ્યૂ ગયા મહિને જ લાગી જવાનું હતું પણ તે સમયે પુલવામામાં આતંકી હુમલો થતાં તે સમયે દિલજીતે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. દિલજીત દોસાંજ પંજાબી ગીતોનો સુપરસ્ટાર તો છે જ પણ સાથે તેણે ચાર બોલિવૂડ ફિલ્મો ‘ઉડતા પંજાબ’, ‘સૂરમા’, ‘ફિલ્લોરી’ અને ‘વેલકમ ટૂ ન્યુયોર્ક’ વગેરેમાં કામ કર્યું છે. આગામી સમયમાં તે ‘અર્જુન પટિયાલા’ અને ‘ગુડ ન્યુઝ’ આ બંને ફિલ્મોમાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments