દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા કેજરીવાલે અચોક્કસ મુદ્દતના ઉપવાસનું હથિયાર અપનાવ્યું

0
12

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ફરી એકવાર ઉપવાસને રાજકીય હથિયાર બનાવ્યું છે. કેજરીવાલ પહેલી માર્ચથી અચોક્કસ મુદતના ઉપવાર પર જવાના છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે દિલ્હી સરકારના અધિકાર છીનવી લીધા છે.

દિલ્હીમાં સીસીટીવી, સ્કૂલ, હોસ્પિટલ અને મહોલ્લા ક્લીનિકની કામગીરીમાં અડચણ ઉભી કરલામાં આવી. અમે દિલ્હીના વિકાસ માટે ધરણા કર્યા. કોર્ટ ગયા જ્યારે કોઈ રસ્તો નથી બચ્યો એટલે આમ આદમી પાર્ટી ઉપવાસ પર ઉતરી છે. કેજરીવાલે કહ્યું કે, સમગ્ર દેશમાં લોકતંત્ર લાગુ છે પરંતુ દિલ્હીમાં નથી.

જનતાના મતથી સરકારની રચના થાય છે પરંતુ તેની પાસે અધિકારો નથી હોતા. જેથી દિલ્હીમાં ઉપવાસ આંદોલન શરૂ કરશે કે જે ત્યાં સુધી પૂર્ણ નહીં થાય કે જ્યાં સુધી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત ન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here