Wednesday, September 28, 2022
Homeદિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો કોંગ્રેસનો ઈનકાર
Array

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો કોંગ્રેસનો ઈનકાર

- Advertisement -

દિલ્હીમા આમ આદમી પાર્ટી ગઠબંધન કરવા કોંગ્રેસ ઇનકાર કર્યો. આ પહેલા એવી અટકળ લગાવાવમા આવતી હતી કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણ-ત્રણ બેઠક પર ચૂંટણી લડશે. જોકે, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના ગઠબંધન પર પૂર્ણ વિરામ મુકી દેવામા આવ્યું.

કોંગ્રેસ સાથે ગઠબંધન ઈચ્છતા હતા કેજરીવાલ

મુખ્યમંત્રી કેજરીવાલે એક સભામાં કહ્યું હતું કે, આપ અને કોગ્રેસ અલગ અલગ ચૂંટણી લડે તો તેનો ફાયદો ભાજપને થશે. તેમની પાર્ટી તરફથી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની પૂરેપૂરી કોશિષ થઈ રહી છે. પણ કોંગ્રેસ તેમના પક્ષમાં નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભાજપને જીતાવવા માગે છે.

કેજરીવાલે કરી હતી રાહુલ સાથે મુલાકાત

રાકપા પ્રમુખ શરદ પવારના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર ફેબ્રુઆરીમાં વિપક્ષી નેતાઓની બેઠક મળી હતી. જેમાં રાહુલ ગાંધી અને કેજરીવાલ પણ હાજર રહ્યા હતા. જે પછી રાહુલે કહ્યું હતું કે દિલ્હીમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તેનો નિર્ણય બાદમાં કરીશું. એ પછી ટીડીપીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ અને તૃણમુલના સુપ્રીમો મમતા બેનર્જીએ રાહુલ ગાંધીને આગ્રહ કર્યો હતો કે ગઠબંધનના મુદ્દા પર કોંગ્રેસ નેતાઓની સાથે ચર્ચા કરે. જો કે રાહુલ ગાંધીએ આજે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પાછળનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે એરસ્ટ્રાઈક બાદ મોદી લહેર ફરી ચાલવા લાગી છે. આ વચ્ચે કોંગ્રેસ ગઠબંધન કરે તો બીજી પાર્ટીઓના સુપડા સાફ થતા થતા જે બચેલી સીટો કોંગ્રેસના હાથમાં આવવાની હોય તે પણ મહાગઠબંધનના કારણે ધોવાઈ જાય. પરિણામે હવે રાહુલ ગાંધી તમામ જગ્યાએથી ગઠબંધનથી દૂર ભાગી રહ્યા છે. વાત હોય ઉત્તર પ્રદેશમાં સપા બસપા સાથેની કે આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથેની. તમામ જગ્યાએ રાહુલ ગાંધી ગઠબંધનથી દૂર ભાગી રહ્યા છે. અથવા તો તેમને પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી થતા જીતનો વિશ્વાસ છે.

લોકસભા ચૂંટણી માટે આપના ઉમેદવારો

સીટ ઉમેદવાર
ન્યૂ દિલ્હી બ્રજેશ ગોયલ
ચાંદની ચોક પંકજ ગુુપ્તા
પૂર્વ દિલ્હી આતિશી
દક્ષિણ દિલ્હી રાઘવ ચડ્ડા
નોર્થ વેસ્ટ ઘુઘન સિંહ
નોર્થ ઈસ્ટ દિલીપ પાંડે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular