Tuesday, September 21, 2021
Homeદિલ્હીમાં જૈશનો આતંકી ઝડપાયો, સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમાં હતો
Array

દિલ્હીમાં જૈશનો આતંકી ઝડપાયો, સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમાં હતો

દિલ્હી પોલીસેના સ્પેશિયલ સેલે જૈશના આતંકવાદી સાજિદ ખાનની ધરપકડ કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમા હતો. આતંકી સાજિદ પુલવામા હુમલા પહેલા દિલ્હી આવ્યો હતો. ત્યારે પોલીસે પકડમાં આવેલા સાજિદની પૂછપરછ શરૂ કરી છે.

મહત્વપૂર્ણ છે કે, પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાન શહીદ થયા હતા. અને આ હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જે બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના ઠેકાણાને નેસ્ત નાબુદ કર્યા હતા.

જમ્મુ કાશ્મીરના શોપિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર અથડામણ

જમ્મુ કાશ્મીરના શોપિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર અથડામણ થઈ છે. જેમાં સેનાએ લશ્કરના કમાન્ડર અલીભાઈ સહિત કુલ 5 આતંકવાદીને ઠાર કર્યા. સેનાએ બાંદીપોરામાં બે, બારામુલામાં બે અને શોપિયામાં એક આતંકવાદીને ઠાર કર્યા. અથડામણ દરમ્યાન 11 વર્ષના બાળકનું મોત થયું છે. ગત રાતથી પણ શોપિયાના ઈમામ સાહબ વિસ્તારમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

એક મકાનમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. તેમજ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તો બાંદીપોરામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી માર્યા ગયા છે. જેમાં લશ્કરનો ટોપનો કમાન્ડર અલીભાઈ પણ સામેલ છે. જતો બારામુલામાં ગુરુવારે થયેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામા આવ્યા છે. આ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સેનાના જવાનો ઘાયલ થયા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments