દિલ્હીમાં હટાવાયા પ્રિયંકા-રાહુલનાં પોસ્ટર; ભાજપનાં દબાણથી NDMCએ હટાવ્યા-જગદીશ શર્મા

0
31

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર અને લ્યુટિયન ઝોન વિસ્તારમાં વિવિધ જગ્યાઓએ પ્રિયંકા, રાહુલ અને રોબર્ટ વાડ્રાનાં ફોટા વાળા પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં પ્રિયંકા સાથે રાહુલ ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં લખાયેલા નારાઓમાં ‘કોંગ્રેસ કટ્ટર વિચારો પર નહિ, પરંતુ યુવા જોશ પર વિશ્વાસ કરે છે’ તેવુ જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભાજપનાં દબાણમાં આવીને NDMCએ આ પોસ્ટર હટાવી દીધાઃ જગદીશ શર્મા
  • લોકસભા ચૂંટણી પહેલા જ પ્રિયંકા ગાંધી રાજનીતિમાં પ્રવેશ કરવાની સાથે એક્શન મોડમાં આવી ગયા છે. ગુરુવારે પ્રિયંકા ગાંધી કોંગ્રેસનાં મહાસચિવ પદ સંભાળવા જઈ રહ્યા છે. આ પહેલા જ પ્રિયંકા ગાંધીનાં રાજધાનીનાં ઘણા વિસ્તારોમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.
  • કોંગ્રેસનાં નેતા જગદીશ શર્માનો આરોપ છે કે આ પોસ્ટરોને NDMC દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આખી રાત મહેનત કરીને આ પોસ્ટર લગાવ્યા છે પરંતુ ભાજપનાં દબાણમાં આવીને NDMCએ આ પોસ્ટર હટાવી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here