Monday, October 25, 2021
Homeદિલ્હી : આર્થિક આધાર પર 10% અનામત, અરવિંદ કેજરીવાલે લાગુ કરી મોદી...
Array

દિલ્હી : આર્થિક આધાર પર 10% અનામત, અરવિંદ કેજરીવાલે લાગુ કરી મોદી સરકારની સ્કીમ

નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પણ આર્થિક રીતે નબળા વર્ગ માટે નોકરીમાં 10% અનામતના મોદી સરકારના નિર્ણયને લાગુ કરી દીધો છે. 1 ફેબ્રુઆરી અને તે પછી નીકળેલી દરેક નોકરીમાં 10% EWS અનામત લાગુ થશે. દિલ્હી સરકાર અંતર્ગત આવનારા દરેક વિભાગ, કોર્પોરેશન, બોર્ડ, ઓટોનોમસ બોડીઝમાં આ નિર્ણયનો લાભ આપવામાં આવશે. દિલ્હીમાં સર્વિસ વિભાગ ચૂંટાયેલી સરકાર પાસે નથી પરંતુ એલજી દ્વારા કેન્દ્ર સરકાર અંર્તગત છે. તેથી એક સર્ક્યુલર દ્વારા આ નિર્ણયને લાગુ કરવામાં આવ્યો છે. મોદી સરકારે ડિસેમ્બર મહિનામાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ રાજ્યમાં હાર પછી આર્થિક રીતે નબળા વર્ગને 10% આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. આ બીલને સંસદમાં પણ પાસ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે સવર્ણ વર્ગના આર્થિક નબળા લોકોને શૈક્ષેણિક સંસ્થા અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત આપવાના નિર્ણયને કેન્દ્રીય મંત્રીમંડળે 7 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. ત્યારપછી અનામત વ્યવસ્થાને લાગુ કરવા માટે 8 જાન્યુઆરીએ લોકસભામાં બંધારણની 124ના સંશોધન ખરડો 2019 રજૂ કરવામાં આવ્યો હતો. લાંબી ચર્ચા પછી આ બિલ લોકસભામાં પસાર થયું હતું.

તેના પછીના દિવસે આ બીલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને લાંબી ચર્ચા પછી અહીં પણ આ બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું. બંને ગૃહમાંથી બિલ પાસ થયા પછી બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું. ત્યાં પણ રાષ્ટ્રપતિ કોવિંદે બિલને મંજૂરી આપી દીધી હતી. આ બિલ અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતી અને અન્ય પછાત વર્ગના લોકોને મળતા 49.5 ટકા આરક્ષણ બિલ કરતાં અલગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments