Tuesday, September 21, 2021
Homeદિલ્હી : જીએસટી કાઉન્સિલની બેઠક આજે
Array

દિલ્હી : જીએસટી કાઉન્સિલની બેઠક આજે

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની 34મી બેઠક મંગળવારે થશે. તેમાં રિયલ એસ્ટેટ સેકટર માટે જીએસટી રેટમાં કાપ લાગુ કરવાની રીતો સહિતની વિવિધ બાબતો પર ચર્ચા થઈ શકે છે. સૂત્રોએ સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ચૂંટણીની આચાર સહિતા લાગૂ થઈ ચૂકી છે. આ કારણે જીએસટી રેટ નક્કી કરવા સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો બેઠકના એજન્ડામાં નથી.

કાઉન્સિલની 24 ફેબ્રુઆરીની બેઠકમાં અન્ડર કન્સ્ટ્રકશન ફલેટ અને સસ્તા ઘરો પર જીએસટી રેટને ઘટાડીને ક્રમશઃ 5 ટકા અને 1 ટકા કરવામાં આવ્યો હતો. તેના નવા દરો એક એપ્રિલથી લાગુ થશે. હાલ અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી રેડી-ટૂ-મૂવ ફલેટના પેમેન્ટ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટની સાથે 12 ટકા જીએસટી લાગે છે. સસ્તા મકાનો પર જીએસટી દર 8 ટકા છે.

જીએસટી કાઉન્સિલ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે આ બેઠકમાં રાજયોના રેવન્યુ ડિપાર્ટમેન્ટની સાથે નિર્માણધીન ઘરો પર જીએસટીમાં કાપનો ફાયદો ઘર ખરીદનારાઓને આપવાની રૂપરેખા નક્કી કરવામાં આવશે. તેનો હેતું છે કે ખરીદનારાઓની સાથે કોઈ છેતરપિંડી ન થાય. એ પણ જોવામાં આવશે કે ઈનપુટ ક્રેડિટ ખત્મ થઈ ગયા બાદ બિલ્ડર ફ્લેટનો ભાવ ન વધારે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments