દિલ્હી : દીકરીની છેડતીનો વિરોધ કરતા પિતાને ચાકુ મારી હત્યા, 2 સગીર સહિત 4ની ધરપકડ

0
19

નવી દિલ્હીઃ મોતી નગર વિસ્તારમાં બસઇ દારાપુરમાં એક વ્યક્તિની ચાકૂ મારીને હત્યા કરવામાં આવી છે. તેની ઓળખ ધ્રુવ રાજ ત્યાગી (51) તરીકે થઈ છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે ધ્રુવ રાજે પોતાની દીકરીની છેડતી કરતાં લોકોનો વિરોધ કર્યો હતો. ઘટનામાં ત્યાગીનો દીકરો પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે.

પોલીસે ઘટનામાં 2 સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ આલમ અને જહાંગીર ખાન તરીકે થઈ છે. પોલીસે જણાવ્યા મુજબ ધ્રુવ રાજ ત્યાગી પરિવારની સાથે બસઇ દારાપુર વિસ્તારમાં રહેતો હતો. ગત રાત્રે તે દીકરી અને દીકરાની સાથે જઈ રહ્યો હતો. ગલીમાં ઊભેલાં લોકોને રસ્તો આપવાનું કહેતા ઝઘડો થઈ ગયો હતો. મામલો બે અલગ અલગ સમુદાયના લોકો સાથે જોડાયેલો હોવાથી આસપાસના વિસ્તારમાં તણાવનો માહોલ છે. ત્યાં પોલીસ દળ તહેનાત કરાયાં છે.

ભાઈએ જણાવ્યું- હુમલામાં આરોપીઓના પરિવારે મદદ કરીઃ મૃતકના ભાઈએ જણાવ્યું કે, “મારો ભાઈ તેની દીકરીની સાથે હોસ્પિટલથી પરત આવી રહ્યો હતો. ત્યારે ચારથી પાંચ લોકોએ તેમનો રસ્તો રોકી લીધો હતો. અમારી દીકરીની છેડતી કરવામાં તેમજ આપત્તિજનક કોમેન્ટ્સ કરવામાં આવ્યા હતા. જે બાદ ભાઈએ દીકરીને ઘરે છોડીને તે લોકો પાસે ગયા હતા જે બાદ તેઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં આરોપીઓના પરિવારના લોકોએ પણ મદદ કરી હતી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here