Monday, October 18, 2021
Homeદિલ્હી સરકારની પરવાનગી વગર જ કોર્ટ કન્હૈયા અને અન્યો પર રાજદ્રોહની સુનાવણી...
Array

દિલ્હી સરકારની પરવાનગી વગર જ કોર્ટ કન્હૈયા અને અન્યો પર રાજદ્રોહની સુનાવણી કરશે

નવી દિલ્હીઃ JNU રાજદ્રોહ મામલામાં દિલ્હીની પટિયાલા કોર્ટે આમઆદમી પાર્ટી સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ કેસમાં AAP સરકાર આગળ કાર્યવાહી કરવાની પરવાનગી નહીં આપે તો અમે જાતે પુરાવા આપીને આ અંગે કાર્યવાહી કરીશું. પોલીસ સરકારની પરવાનગી વગર જ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી ચુકી છે. દિલ્હી સરકાર સતત કહી રહી છે કે તે આ અંગે અધ્યયન કરી રહી છે. 2016નાં આ કેસમાં આગામી સુનાવણી 11 માર્ચે કરવામાં આવશે.

કોર્ટ આ કેસમાં આગળ વધશે
કેસની તપાસ કરતા અધિકારીએ ગુરુવારે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક સહરાવતને જણાવ્યું કે રાજ્ય સરકારે દિલ્હી પોલીસને હજુ સુધી કેસ ચલાવવા માટેની મંજૂરી આપી નથી. જેનાં જવાબમાં મેજિસ્ટ્રેટે કહ્યું કે, દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરવામાં ત્રણ વર્ષ કર્યા, હવે AAP સરકાર પણ ત્રણ વર્ષનો સમયગાળો લેશે. હવે મંજૂરી મળે કે ન મળે પણ કોર્ટ આ કેસમાં આગળ વધશે. કોર્ટે પોલીસની વાત સાંભળ્યા પછી આ ઘટનાનો વીડિયો જોવાની વાત કરી છે.
આ કેસનો ફેબ્રુઆરી 2016ની ઘટના સાથે સંબંધ છે, જેમાં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)નાં પરિસરમાં સંસદ હુમલાનાં માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુને ફાંસી પર લટકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.પોલીસે 14 જાન્યુઆરીએ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, અર્નિર્બાન ભટ્ટાચાર્ય અને સાત અન્ય કાશ્મીરી વિદ્યાર્થીઓ સામે આરોપપત્ર દાખલ કરાયો છે.
દોઢ મહિનાથી દિલ્હી સરકાર પાસે ફાઈલ છે
જેએનયુ કેસમાં અભિયોજન અનુમતિથી સંબંધિત ફાઈલ દિલ્હી સરકાર પાસે 14 ફેબ્રુઆરી, 2019નાં રોજ આવી હતી. પોલીસ વિભાગ, ગૃહ વિભાગ, અને કાયદા વિભાગ તેનું અધ્યયન કરી ચુક્યા છે. હાલમાં આ ફાઈલ કાયદા મંત્રી પાસે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments